અમદાવાદ પોલીસ કમિશનરનુ જાહેરનામું, 7 દિવસમા કરવા પડશે હથિયાર જમા

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા સમગ્ર દેશ ભરમાં આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નિયમ પ્રમાણે સાત દિવસની અંદર લાયસન્સ ધરાવતા હથિયારો જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અંતર્ગત અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું.

પોલીસ કમિશન એ. કે. સિંઘ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું કે ભારતના ચૂંટણીપંચ નવી દિલ્હી તરફથી ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કોટ વિસ્તારમાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તથા મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર પ્રક્રિયા માટે જરૂરી શાંતીમય વાતાવરણમાં કોઇ પણ પ્રકારની અડચણ ઉભી ન થાય તે માટે હથિયાર ધારકોએ પોતાના હથિયાર સાત દિવસની અંદર જમા કરાવી દેવા.

આવનાર ચૂંટણીને જોતા હથિયાર ખરીદ-વેચાણ પર પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, આ જાહેરનામાનો અમલ અમદાવાદ પોલીસની હદમાં લાગુ પડશે તથા બહારથી અમદાવાદ આવતા લોકો જેઓ હથિયારનું લાયસન્સ ધરાવે છે તેઓ માટે લાગુ પડશે.

તો કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલી છે અને ચૂંટણીની ફરજ પર હોય તેમને લાગુ પડશે નહીં તથા રોકડ કે કિંમતી વસ્તુની હેરાફરી માટે તેની સુરક્ષાની કામગીરીમાં રોકાયેલા વાયટલ ઇન્સ્ટોલેશન પર ફરજ બજાવતા હોય તેઓને અને લાયસન્સ ધરાવતી સિક્યોરિટી એજન્સીઓને લાગુ નહીં પડે.

 122 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી