રાજકોટ : અમદાવાદનો પોલીસ અધિકારી વિદેશી દારૂ સાથે ઝડપાયો, અન્ય બે યુવકોની પણ ધરપકડ

પોલીસ કરે છે દારૂની હેરાફેરી, અમદાવાદના ASI સહિત ત્રણની ધરપકડ

ગુજરાત રાજ્યમાં દારૂબંધી છતાં દારૂની ભારે માંગ હોવાથી બુટલેગરો રાજ્યનાં ખુણે ખુણા સુધી દારૂ પહોંચાડી રહ્યા છે. એમાં ક્યાંક પોલીસની પણ સંડોવણી સામે આવતી હોય છે. પોલીસના માણસોની રહેમ નજરે જ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે રાજકોટમાં SOGએ દારૂની હેરા ફેરી કરતા અમદાવાદના ASI કક્ષાના અધિકારી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

રાજકોટ SOGએ બાતમીને આધારે વોચ ગોઠવી આ દારૂની હેરાફેરી કરતા ASI સહિત ત્રણ લોકોને દબોચી લીધા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર રોહિત રાવલે જણાવ્યું હતું કે, અમારી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ પાર્સિંગની બે કાર કે જેના ડેશ બોર્ડ પર પોલીસ લખેલું બોર્ડ લગાવેલું છે. તે કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવેલ છે. તે બને કાર દારૂ ની હેરા ફેરી માટે વાપરવામાં આવી રહી છે. બાતમી મળતા અમારી ટીમ વોચમાં હતી. ત્યારે રાજકોટના મધ્યમાં આવતા વિધાનગર મેઈન રોડ પરથી સ્વિફ્ટ કાર તેમજ સિયાઝ કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બાતમી વાળી શંકાસ્પદ બંન્ને કારને અટકાવી તલાશી હાથ ધરી હતી. આ દરમિયાન સિયાઝ કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 72 બોટલો સાથે મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ્ય નામનો એક શખ્સ ઝડપાયો હતો.જ્યારે બીજી મારૂતિ સ્વીફ્ટ કારમાં અમદાવાદ ખાતે આઈ-ડીવીઝનમાં ટ્રાફિક ASI તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર અન્ય એક આરોપી કૃણાલ હસમુખભાઇ શાહ સાથે મળીને સિયાઝ કારનું પાયલોટિંગ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ એસઓજીએ ત્રણેયને ઝડપી લીધા છે.

પોલીસે આરોપીઓ પાસે થી બ્રાન્ડેડ કંપની ની જુદી જુદી 72 બોટલ દારૂ તેમજ બે કાર સહિત 9.53 લાખ નો મુદ્દામાલ કબજે કરી, આરોપીઓનાં કોવીડ ટેસ્ટ અંગેનો રીપોર્ટ આવ્યા બાદ ધોરણસરની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનિય છે કે, બુટલેગરો બેફામ બન્યા છે અને એમને હવે કોઈનોય ડર રહ્યો નથી. ખુદ પોલીસની જ રહેમનજર હેઠળ બુટલેગરો લોકડાઉન હોય કે દારૂબંધી વગર બીકે પોતાનો ગેરકાનૂની વેપલો કરે છે. જો કે હજુ પોલીસ સ્ટાફમાં કેટલાક ઈમાનદાર અને ફરજપરસ્ત પોલીસકર્મીઓને કારણે આવા પોલીસકર્મી ઉઘાડા પડી જાય છે. 

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર