અમદાવાદ : પોલીસે સરકારી કર્મચારીઓ પાસેથી 13.50 લાખનો દંડ વસુલ કર્યો

શહેરમાં તમામ સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં પાસપોર્ટ કચેરી, કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કચેરી, એસટી વર્કશોપ, ઈન્કમટેક્ષ ઓફિસ, પોસ્ટ ઓફિસ, સરકારી સ્કૂલો અને કોલેજો સામે ડ્રાઈવ યોજી હતી. 5થી 11 ઓગસ્ટ દરમિયાન એક સપ્તાહમાં પોલીસે 13 હજાર સરકારી કર્મચારીઓ પાસેથી 13.50 લાખનો દંડ વસૂલ્યો છે.

સામાન્ય વ્યક્તિઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો દંડાય જ છે પરંતુ ટ્રાફિકના નિયમોને ધોળીને પી જતા સરકારી કર્મચારીઓને પાઠ ભણાવવા ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ટ્રાફિક પોલીસે આ કર્મચારીઓની બહાર કર્મચારીઓના ઓફિસે આવવાના સમયે સવારે 10.30 વાગ્યે અને છુટવાના સમયે સાંજે 6 વાગ્યે આ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન 5 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન હેલ્મેટ વગર અને સીટ બેલ્ટ વગર 13 હજારથી વધુ કર્મચારીઓ ઝડપાયા હતા અને તેમની પાસેથી સાડા તેર લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ટ્રાફિક પોલીસ સામે રૌફ જમાવવાનો વ્યર્થ પ્રયાસ પણ કર્યો હતો. આ સિવાય એક સપ્તાહમાં સરકારી કર્મચારીઓ સહિત કુલ 24 હજાર વાહનચાલકોને 24.56 લાખનો દંડ ફટકાર્યો હતો.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી