અમદાવાદમાં બે કોન્સ્ટેબલો ગુમ, વહીવટનો ઝઘડો હોવાની સ્યુસાઈડ નોટ મળી

રાજ્યમાં પોલીસ ડિપ્રેશન, આત્મહત્યા અને ગુમ થયાના કિસ્સાઓ રોજબરોજ વધી રહ્યા છે. થોડા દિવસો અગાઉ રાજકોટમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલો સામે આવ્યો હતો. જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, એએસઆઇ ખુશ્બૂ કાનાબારે કોન્સ્ટેબલ રવિરાજ સિંહની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. ત્યારે સોમવારે અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલ ઘર છોડીને ગુમ થયાની ઘટના સામે આવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બંને કોન્સ્ટેબલ સામે બે લાખ રૂપિયાનો તોડ કર્યો અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. જે અંગેનો ખુલાસો માંગવા નવરંગપુરા પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓએ બોલાવતા તેઓએ તેઓની સામે જ રૂપિયાનો તોડ કરતો હોવાનું અને વહીવટો ચાલતા હોવાનો આક્ષેપ કરતી સ્યુસાઈડ લખી ગુમ થઈ ગયા છે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જિગર સોલંકી અને કૌશલ ભટ્ટ નામના બે કોન્સ્ટેબલ ગુમ થયા અંગે સોલા અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ સ્યુસાઈડ નોટમાં પોલીસ ઈન્સ્પેક્ટર પર આક્ષેપ કરવામાં છે. PIના વહીવટદારોના ત્રાસથી કંટાળીને ઘર છોડ્યું હોવાનું નોટમાં ઉલ્લેખ કરાયો છે. પી.બી.દેસાઈ અને વહીવટદારોના ત્રાસથી કંટાળીને ઘર છોડ્યાનું સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.

જિગરે પોતાની કથિત સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, ‘પોલીસ સ્ટેશન વિસ્તારમાં આડકતરી રીતે રૂપિયા અને દારૂના સ્ટેન્ડ ચાલે છે તેવું નવરંગપુરા પીઆઈ પીબી દેસાઈને જાણ કરતા તેઓએ શાંતિથી નોકરી કરો બાકી બદલી થઈ જશે તેવી ધમકી આપી હતી. તેમજ ખોટા કેસમાં ભરાવી દેવાની પણ ધમકી આપી હતી. જેના કારણે હું શારીરિક અને માનસિક હૈરાન થયો છું. હું જીવવા નથી માંગતો, જેની સંમગ્ર જવાબદારી પીબી દેસાઈ, બે વહીવટદાર જયેશ દેસાઈ અને દેવસી દેસાઈ અને પીઆઈ પર્સનલ બહાદુરસિંહની રહેશે’.

કૌશલ ભટ્ટે પોતાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘પીઆઈ પીબી દેસાઈને તેમના બે વહીવટદાર જયેશ દેસાઈ અને દેવસી દેસાઈ વિશે જણાવતા તેઓએ ચુપ રહેવા કહ્યું હતું. તેમની સામે કરેલી અરજી પાછી ખેંચવા શારીરિક અને માનસિક દબાણ કરતા હતા. ખોટા કેસમાં ભરાઈ દેવાની ધમકી આપી હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી