અમદાવાદ પોલીસનું જાહેરનામું, નવરાત્રિમાં આરતી માટે લેવી પડશે મંજૂરી

સામાજિક અંતરના તમામ નિયમોનું પણ કરવું પડશે પાલન – માત્ર એક કલાકમાં આરતી કરવી પડશે સંપન્ન

નવરાત્રિના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સોસાયટી અને ફ્લેટમાં આરતી અને પૂજાના એક કલાકના કાર્યક્રમ માટે પોલીસ પરમિશન ફરજિયાત છે.જો કે સોસાયટીના લેટરપેડ પર સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ પરમિશન લેવી પડશે.

સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી કરવી પડશે.જો કે પોલીસ દ્વારા પરમિશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે.

આજથી આ પરમિશન આપવાની કામગીરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ ગઈ છે. જે સોસાયટીએ એક કલાકના આરતી અને પૂજાના કાર્યક્રમ માટે પરમિશન નથી લીધી તેમની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના ના કેસો હાલમાં જે રીતે રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે તેને જોતા ખાસ આ વર્ષે પોલીસ તમામ સોસાયટીઓ અને જાહેરમાં થતાં નવરાત્રી કાર્યક્રમ ઉપર નજર રાખશે અને  ગાઈડલાઇન્સનો ભંગ થતો હશે ત્યાં કાયદેસર કાર્યવાહી પણ કરશે. મહત્વનું છે કે એક કલાક દરમિયાન નવરાત્રી માં આરતી અને બંધ પેકેટમાં પ્રસાદનું વિતરણ પૂર્ણ કરવું ફરજીયાત રહેશે.

 82 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર