September 23, 2020
September 23, 2020

અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ અને પુત્ર મોનાગ પટેલ પોલીસ સમક્ષ થયા હાજર

પુત્રવધુએ પરિવાર પર શારીરિક, માનસિક ત્રાસ તેમજ હત્યાના પ્રયાસનો નોંધાવ્યો હતો ગુનો

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર રમણ પેટલ અને પુત્ર મોનાગ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા છે. પુત્રવધુએ પરિવાર પર શારીરિક અને માનસિક ત્રાસ તેમજ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આજે બન્ને પિતા પુત્ર વસ્ત્રાપુર સ્ટેશનમાં હાજર થયા હતા.

પોલીસ તપાસમાં ગઇ કાલે પિતા પુત્રએ ફીઝું પટેલને પોતાની તરફેણમાં એફિડેવિટ કરવા માટે અઢી કરોડ રૂપિયાની ઓફર કરી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં બળજબરીપૂર્વક કાગળ પર સહીઓ કરાવી લીધી હોવાનું પણ તપાસમાં ખુલાસો થયો હતો.

આ મામલે ઝોન 1 DCP રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ફરિયાદી ફિઝુ પટેલનું અપહરણ કરી ગોંધી રાખવામાં આવ્યા હતા અને બળજબરીપૂર્વક કાગળ પર સહીઓ કરાવી લીધી હતી. જો કે 2.5 કરોડ રૂપિયા પણ પોલીસે કબ્જે કર્યા છે. બિલ્ડર રમણ પટેલે પુત્રવધૂ સાથે સમાધાનના પ્રયાસ કર્યા હતા, જેમાં રમણ પટેલના ભાઈ દશરથ અને ભત્રીજો વીરેન્દ્ર હાજર હતો. જેથી પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી હતી.

તો બીજી તરફ પોલીસે આ મામલે ફરિયાદમાં અપહરણ સહિતની કલમોનો ઉમેરો કર્યો હતો. જો કે પોલીસ ધરપકડ કરે તે પહેલા બિલ્ડાર રમણ પેટલ અને પુત્ર મોનાગ પટેલ સામેથી હાજર થયા હતા. સમગ્ર કેસમાં ગંભીર કલમો લાગી છે અને કોર્ટે પણ પિતા-પુત્રના આગોતરા જામીન ફગાવી દીધા છે.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર