અમદાવાદ : ખાનપુર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી, સ્થાનિકોનો વિરોધ

પોલીસે બળપ્રયોગ કરતાં આખરે લોકોએ પોતાના મકાનો ખાલી કર્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ખાનપુર વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાનપુર વિસ્તારમાં રાઈફલ ક્લબ પાસે માકુભાઈ શેઠના છાપરા, ખારીવાડીના છાપરામાં દબાણ તોડીને તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોર્પોરેશનની દબાણ ખાતાની ટીમ દબાણો દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી. આ દરમિયાન 50થી વધુ મકાનો ધરાવતા લોકોએ વિરોધ કર્યો હતો. પોલીસે આ વિરોધ કરનારા લોકોની જરૂરી બળ વાપરીને અટકાયત કરી હતી.

 20 ,  1