મોડી રાત્રે પડેલા એક ઇંચ વરસાદમાં જ અમદાવાદના હાલ બેહાલ Pics

વિવારે મોડી રાત્રે શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદની સાથે સાથે ભારે પવન હોવાને કારણે શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે. સાથે જ અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળનું લો પ્રેસર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.

સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે.

મોડી રાત્રે વાવાઝોડાં અને વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારોમાં સાંબેલાધારે વરસાદ શરૂ થયો છે. શહેરના મોટેરા, ગોતા, રાણીપ, સેટેલાઈટ, નારણપુરા, સરખેજ, એસ જી હાઈવે સહિત તમામ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.

અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.

આ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. વસ્ત્રાપુરમાં ઝાડ પડતા કારને નુકસાન થયું હતું.

 12 ,  1