અમદાવાદ : રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, ચારની ધરપકડ

આરોપીઓ બમણા ભાવે ઈન્જેકશનનો સોદો કરતા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે. જેમાં 2 ટ્રેપમાં 38 ઈન્જેક્શન સાથે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. જેમાં કોઈને કોઈ કોરોનાથી સંક્રમિત બન્યા છે. વધુ પ્રમાણમાં સંક્રમિત થનારાઓ માટે રામબાણ સમાન રેમડેસિવીર ઈન્જેકશનની ભારે અછત છે. આરોગ્ય ક્ષેત્રેની આવી દારુણ પરિસ્થિતિનો, લોકોની મજબૂરીનો કેટલાક લેભાગુ તત્વો ગેરલાભ લઈ રહ્યાં છે.

કોરોનાકાળમાં રેમડેસિવીર ઈન્જેક્શનની ભારે અછત વચ્ચે ઈન્જેકશનના કાળા બજાર કરનારાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવી કાળા બજારી કરનારા ચાર આરોપી ધરપકડ કરી છે.જેમાં ક્રાઇમ બ્રાંચે બે ગુના નોંધી આરોપી પકડી પાડ્યા છે. જેમાં એસ.વી.પી.હોસ્પિટલ બ્રધર દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન કાળા બજારી કરતા ઝડપાયો છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમી મળી હતી કે જસ્ટિન પરેરા નામનો વ્યક્તિ ઇન્જેક્શનનો જથ્થો અન્ય જગ્યાએથી વગર પરવાને લાવી બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદેસર વેચાણ કરે છે. જે આધારે ક્રાઈમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવી હતી અને એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો.

આ બોગસ ગ્રાહક પાસે તેના મોટા ભાઈ ને કોરોના સંક્રમણ થયું છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને સારવાર માટે ત્રણ ઇન્જેકશનની જરૂરિયાત છે તેવો મેસેજ આ જસ્ટિનને કરાવ્યો હતો. જેથી જસ્ટિન નામના વ્યક્તિએ એક ઈન્જેક્શનના 8500 રૂપિયા થશે તેમ કહી એડવાન્સ પૈસા માંગ્યા હતા અને ઇન્જેક્શન ની ડિલિવરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી મળી જશે તેવું કહ્યું.
બાદમાં બીજા દિવસે જસ્ટિન ને ફોન કર્યો અને એરપોર્ટ પાસે બોગસ ગ્રાહકની સાથે ક્રાઇમ બ્રાન્ચે છટકું ગોઠવી જસ્ટિન નામનો આ શખ્સ મળી આવતા ક્રાઈમ બ્રાન્ચે જસ્ટિન પરેરાની ધરપકડ કરી ક્રાઇમ બ્રાંચે આરોપીની જડતી કરી ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ અને 35 જેટલા રેમડેસીવીર ઇન્જેક્શન નો જથ્થો મળી આવ્યો હતો.

આરોપી પોતે માસ્ક સેનીટાઇઝરનો ધંધો કરે છે અને તે અનુસંધાને છેલ્લા એક વર્ષથી રીજન્ટ હેલ્થ કેર મેમનગરના ડાયરેક્ટર વિવેક હુંડલાણીના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે ઓળખાણ થઈ હતી. કોરોનાની મહામારીમાં ઇન્જેક્શનની માંગ વધતા આ વિવેક પોતાની કંપનીના નામે બિલથી ઇન્જેક્શન ખરીદી કરી ઊંચા ભાવે વેચાણ કરશે અને તેમાં તે નફામાં ભાગ આપશે તેવી વાત કરી હતી.

વિવેક નામના વ્યક્તિએ સંમતિ આપતાં દસેક દિવસથી આરોપી દિલ્હીથી આ ઇંજેક્શન ખરીદી લાવતો હતો અને તેનું પેમેન્ટ પણ વિવેકની કંપનીના એકાઉન્ટમાંથી થતું હતું. આરોપી 5400 રૂપિયાના ઇન્જેક્શન ના 8,500 રૂપિયા લઇ કાળા બજાર કરતો હોવાનું સામે આવ્યું.રેમડેસિવિર કાળા બજારી કરનારા બીજા કોઈ નહિ પણ હોસ્પિટલમાં કામ કરતા સ્ટાફ જ હોય છે.

એસ.વી.પી હોસ્પિટલમાં બ્રધર તરીકે કામ કરતો અક્ષય વાઝા દ્વારા ઇન્જેક્શન ચોરી કરી ઉંચા ભાવે વેચતો ક્રાઇમ બ્રાંચે ઝડપયો છે.ક્રાઇમ બ્રાંચે અક્ષય વાઝા સહિત 3 આરોપી ધરપકડ કરી છે.જેમાં આરોપી અક્ષય વાઝાની બહેન વીધી અને હરિઓમ ભેગા મળી ઇન્જેક્શન ઉંચા ભાવે વેંચતા હતા.

SVPનો કામ કરતો બ્રધર પોલીસના છટકામાં ઝડપાયો

એસ.વી.પી હોસ્પિટલમાં બ્રધર તરીકે કામ કરતો અક્ષય વાઝા દ્વારા ઇન્જેક્શન ચોરી કરી ઉંચા ભાવે વેચતો ક્રાઇમ બ્રાંચે ઝડપયો છે.ક્રાઇમ બ્રાંચે અક્ષય વાઝા સહિત 3 આરોપી ધરપકડ કરી છે.જેમાં આરોપી અક્ષય વાઝાની બહેન વીધી અને હરિઓમ ભેગા મળી ઇન્જેક્શન ઉંચા ભાવે વેંચતા હતા.

ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, એસવીપી હોસ્પિટલમાં બ્રધર તરીકે નોકરી કરતા અક્ષર વિનોદભાઈ વાઝા તેની બહેન વિધિ મારફતે ક્યાંકથી લાવીને બજાર કિંમત કરતા ઊંચા ભાવે ગેરકાયદે વેચાણ કરી રહ્યો છે. બાતમીના પગલે પોલીસની ટીમે બોગસ ગ્રાહક તૈયાર કરી છટકું ગોઠવ્યું હતું. જેમાં અક્ષર વાઝાને મળતા તેણે એક ઈન્જેક્શનના રૂ.12 હજાર કહી કુલ 9 ઈન્જેક્શન માટે રૂ. 1.08 લાખ ચૂકવવા પડશે તેમ કહ્યું હતું. દરમિયાન તે ગોમતીપુરમાં શ્રીરામજીના ખાંચા પાસે લઈ ગયો હતો, જ્યાં તેની બહેન વિધિ વાઝા પ્લાસ્ટિકની થેલીમાં 9 રેમડેસિવિર ઈન્જેક્શન લઈ આવતા પોલીસે તેમને ઝડપી લીધા હતા.

દરમિયાન બંનેની પૂછપરછ કરતાં તેમને ઈન્જેક્શન આપનાર અગાઉ એસ.વી.પી. હોસ્પિટલમાં નોકરી કરતા હરિઓમ જવાહરલાલ લોહાર ( ઉં.વ.27 ગામ ઓબરી, ડુંગરપુર, રાજસ્થાન) પાસેથી મંગાવતા હોવાનું જણાવ્યું હતું. હાલમાં હરિઓમ લોહાર શાહપુરની સરદાર કુંજ સોસાયટીમાં તેમના એક મિત્રના ઘરે હાજર હોવાનું જણાવતાં ક્રાઈમ બ્રાંચની ટીમે ત્યાં પહોંચી હરિઓમ લોહારની ધરપકડ કરી હતી.

 82 ,  1