September 26, 2022
September 26, 2022

142મી રથયાત્રા: ગૃહમંત્રી અમિત શાહે 17મીવાર મંગળા આરતીનો લાભ લીધો

નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી બનેલા અમિત શાહે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની 142મી રથયાત્રામાં મંગળાના દર્શન કરી આરતી ઉતારી હતી. અમિત શાહે 17મીવાર પત્ની સોનલબહેન સાથે મંગળા આરતીના દર્શન કરી આરતી ઉતારી હતી.

અમિત શાહ વહેલી સવારે મંદિરે પહોંચી ગયા હતા. મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે મંદિર ખાતે પ્રભુ પ્રસાદી પાગ અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. બીજી તરફ રથયાત્રા પહેલા જ અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ છે. મંદિરના મહંત દિલિપદાસજીના કહેવા પ્રમાણે રથયાત્રા પહેલા મેઘરાજાની પધરામણીને શુભ સંકેત માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ પહેલીવાર પરિવાર સાથે મંગળા આરતી ઉતારી હતી. આ અંગે અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, શ્રી જગન્નાથ રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી અને મહાપ્રભુના આશીર્વાદ લીધા.જય જગન્નાથ

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી