સુરતની ઘટના બાદ પણ અમદાવાદમાં ચાલી રહી છે ‘અસલામત’ સ્કૂલો

ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગર ખાતેના બાલક્રિષ્ના કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી થેલીઓ બનાવવાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ કોમ્પ્લેક્સમાં નાસભાગ મચી ગઈ હતી.

આગ ફાટી નીકળતાં થેલી બનાવવાના કારખાના ઉપર જ ચાલતી જ્ઞાન ગંગા સ્કૂલના વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડવામાં આવ્યાં હતાં. આગ વિકરાળ ન હોવાથી ફાયરબ્રિગેડની પાંચ જેટલી ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

સુરતની ઘટના બાદ અમદાવાદના ઘોડાસર વિસ્તાર, જીવરાજ વિસ્તારોમાં કોમ્પલેક્ષમાં સ્કૂલો ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ધોડાસર ખાતે ઇમેજ નામની એક સ્કૂલ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે.

જીવરાજ પાર્ક ખાતે નીલકંઠ નામની એક સ્કૂલ પણ કોમ્પલેક્ષમાં ચાલી રહી છે. આ સ્કૂલમાં બીજા અને ત્રીજા માળે જવા માટે એક જ સાંકડી સીડી હોવાનું માલુમ પડ્યું છે. જીવરાજની નીલકંઠ સ્કૂલમાં કેજીથી લઈને ધોરણ-10ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

અમદાવાદના મણીનગરની સેન્ટ બ્લેઝ સ્કૂલમાં નથી કોઇ ફાયર સેફ્ટી. વિદ્યાર્થીઓના જીવ જોખમ હેઠક ભણવા જઈ રહ્યા છે.

ગેરકાયદેસર અને જીવના જોખમે ચાલતી સ્કૂલોમાં કૃષ્ણનગર વિસ્તારમાં એક જ કોમ્પેલક્ષમાં 7 સ્કૂલો ચાલતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. તેમના નામ અકુંર સ્કૂલ, ઉદ્દગમ, પીયુ રાજ, ઉમિયા સ્કૂલ જેવા છે. અહીં 7 સ્કૂલના બાળકો વચ્ચે આવવા – જવા માટે માત્ર એક જ સીડી છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી