અમદાવાદ : 10 વર્ષની ગુમબાળકીનું ફરી માતા સાથે મિલન, આ રીતે પોલીસને મળી સફળતા

બાળકીનું ફરી માતા સાથે મિલન થતાં કરૂણ દુશ્યો સર્જાયા

સોલામાંથી ગુમ થયેલી 10 વર્ષની બાળકી મળી આવી. પોલીસે છત્રાલ પાસેથી મળેલી બાળકીને માતા-પિતાને સોંપી છે. છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ બાળકીની શોધ કરી રહી હતી. બાળકીને શોધવા પોલીસે ડ્રોનની પણ મદદ લીધી હતી. સોશિયલ મીડિયા થકી પોલીસને બાળકીને શોધવામાં સફળતા મળી છે. એક રિક્ષાચાલકે બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી. બાળકીને તેની માતા પાસે પાટણ જવું હતું. રિક્ષાચાલકને શંકા જતા બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી.

પોલીસે આજુબાજુના 10 જેટલા પોલીસ મથકમાં પણ બાળકીના ફોટો મોકલ્યા હતા. સાથે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પણ બાળકીના ફોટોનું પોસ્ટર લગાવ્યું હતું. ગુમ થયેલી બાળકીના માતા-પિતા પાટણમાં વસવાટ કરે છે. જેના કારણે એક ટીમ ત્યાં પણ પહોંચી હતી. છતાં કોઈ ભાળ મળી નહોતી.

સાત દિવસથી ગુમ બાળકીને શોધવા પોલીસે 8 કિમી સુધી ડ્રોનની મદદ પણ લીધી હતી. સાથે 70 સભ્યોની ટીમ પણ સર્ચ ઓપરેશન કરી રહી હતી. પરંતુ બાળકીને કોઈ રીતે શોધી શકાતી નહોતી. પરંતુ ઈશ્વરે પોતાના દૂતની જેમ એક દિવ્યાંગ રિક્ષા ચાલકને બાળકીને ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપી હોઈ તેવી ઘટના છે.

છત્રાલ ગામ નજીક બાળકી કોઈની શોધમાં હોય તેવું જાણીને રિક્ષા ચાલકે બાળકીને પોલીસ સુધી પહોંચાડી હતી. જે બાદ પોલીસે તેમના માતા-પિતા સાથે બાળકીનું ફરી મિલન કરાવ્યું હતું. પોલીસે તમામ પ્રક્રિયા અને મેડિકલ રિપોર્ટની કામગીરી પણ પૂરી કરી હતી. બાળકી જ્યારે માતાને મળી તો કરૂણ દુશ્યો સર્જાયા હતા.

10 વર્ષની ગુમ થયેલી બાળકીનું ફરી માતા સાથે મિલન થતાં કરૂણ દુશ્યો સર્જાયા હતા.જ્યારે બાળકીનું માતા સાથે મિલન થયું ત્યારે સૌ કોઈની આંખોમાં કરૂણતા જોવા મળી હતી.

 25 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર