અમદાવાદ : સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે આવક વિભાગના દરોડા

મુંબઈની IT ટીમ ચલાવી રહી છે સર્ચ ઓપરેશન

અમદાવાદમાં સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે આવકવેરા વિભાગના દરોડા પાડ્યા છે. સાલ હૉસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે IT નું સર્ચ ચાલી રહ્યું છે. આજે સવારે છ વાગ્યાથી રાજેન્દ્ર શાહના ઘરે તપાસ કરવામાં આવી રહી હતી. મીડિયા રીપોર્ટ મુજબ, મુંબઈ આવકવેરા વિભાગની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ અનેક હોસ્પિટલો આઈટીના રડારમાં આવી છે. દર્દીઓ પાસેથી કોરોનાની સારવારના નામે તોતિંગ રૂપિયા વસૂલ્યા છે. આવામાં કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ કરી છે.

તો બીજી તરફ, ગઈકાલે અમદાવાદ આઈટી વિભાગની કાર્યવાહીમાં અમદાવાદના જાણીતા રત્નમણિ જૂથના 500 કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા છે. આઈટીની ટીમે 8.30 કરોડના દાગીના, 1.80 રોકડા જપ્ત કર્યા છે. ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંબઇમાં મળી 30થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા. રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા.

પ્રકાશ સંઘવી રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. સર્ચ ઓપરેશન દરમિયાન, મોટી સંખ્યામાં બિનહિસાબી દસ્તાવેજો, છૂટક પત્રકો, ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ પુરાવામાં જૂથની બિનહિસાબી આવકનો વિગતવાર રેકોર્ડ છે, જેના પર બાકી કર ચૂકવ્યો નથી. સર્ચ દરમિયાન ડિલિટ કરેલા વોટ્સએપ ચેટમાંથી કરપાત્ર આવક ઘટાડવા માટે કેટલીક એન્ટ્રી થયાના પુરાવા મળ્યા છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી