અમદાવાદ : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેમ્પ ડ્યૂટી કચેરીએ અધિકારીઓના લીધા ક્લાસ

તમામ કર્મચારીઓની બદલીના આપ્યા આદેશ

રાજ્યમાં ભ્રષ્ટાચારનાં અવાર નવાર આરોપો લાગતા રહે છે. જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ અને મહેસુલ વિભાગ આ મુદ્દે વારંવાર ચર્ચામાં આવતું રહે છે. ત્યારે હવે હાઇકોર્ટના એક એડવોકેટે અમદાવાદમાં સ્ટેમ્પ ડ્યુટી કચેરીમા ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ઓડિયો ક્લિપ મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને મોકલતા મહેસૂલ મંત્રી એક્શન મોડમાં આવી ગયા છે.

મહેસુલ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા સ્પષ્ટ રીતે સામે આવ્યા છે. અમદાવાદની સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના ડેપ્યુટી કલેક્ટર કે.કે શાહ અને કર્મચારી પંકજ શાહ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી. જે અંગેની ઓડિયો ક્લિપ વકીલ દ્વારા સીધી જ મહેસુલ મંત્રી સુધી પહોંચાડવામાં આવી હતી. મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા માટે કરેલી અપીલનાં પગલે અમદાવાદ હાઇકોર્ટમાં વકીલે સમગ્ર મામલે સ્ટિંગ કર્યું હતું.

શું હતો આરોપ?
અમદાવાદ ખાતે આવેલી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો લાગ્યા છે. વકીલો પાસે જ સરકારી બાબૂઓ લાંચ માંગી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારી બાબુની લાંચ માંગતી એક ઓડિયો ક્લીપ સામે આવી છે. સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીના અધિકારી પર છે ભ્રષ્ટાચારનો આરોપ, 1200 મકાનોની સોસાયટીમાં 1800 દસ્તાવેજ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. એક દસ્તાવેજ ના 4 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. ડેપ્યુટી કલેક્ટર કે કે શાહ દ્વારા લાંચ માંગવામાં આવી હતી. 1800 દસ્તાવેજના 4 હજાર પ્રમાણે 72 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી