અમદાવાદ: સમ્રાટ નમકીનનાં કારખાનામાંથી 12.52 લાખનો વિદેશી દારૂ પકડાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે નરોડા જીઆઈડીસીમાં આવેલા સમ્રાટ નમકીનના કારખાનાની રૂમોમાંથી 348 પેટી વિદેશી બનાવટનો દારૂનો જથ્થો કિંમત રૂ.12.52 લાખનો પકડી પાડ્યો હતો. જોકે આ દારૂનો જથ્થો સંગ્રહ કરનારા બે મુખ્ય આરોપી સહિત કુલ ચાર આરોપી પોલીસે દરોડો પાડ્યો તે પહેલા નાસી છૂટ્યા હતા.

પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી ત્યારે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરનાર મુખ્ય આરોપી જય સિંધી, ભેરૂ સિંધી અને તેના બે સાગરીતો પોલીસના વાહનો જોઈ કારખાના પાસે આવેલી ગલીઓમાં નાસી ગયા હતા. આ અંગે પોલીસે ચાર લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂનો જથ્થો સમ્રાટ નમકીનના કારખાનામાંથી મળી આવવા બાબતે એસીપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સમ્રાટ નમકીનના માલિકોની આ કેસમાં ભૂમિકા છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે અને જરૂર લાગશે તો તેમની પણ પૂછપરછ કરી તપાસ હાથ ધરાશે.

 73 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી