September 28, 2020
September 28, 2020

અમદાવાદ : 120 દુકાનો સાથે મૂર્તિમંત કોમ્પ્લેક્સ સીલ, સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા AMC દ્વારા કરાઇ કાર્યવાહી

મૂર્તિમંત કોમ્પલેક્ષ સીલ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થતાં કાર્યવાહી

અમદાવાદ શહેરમાં રીલીફ રોડ પર આવેલું મૂર્તિમંત કોમ્પલેક્ષ સીલ કરાયું છે. મોબાઇલ સ્પેર પાર્ટનું હબ ગણાતું મૂર્તિ મંત કોમ્પલેક્ષમાં સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળતા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી છે. માર્કેટમાં ભારે ભીડ તેમજ માસ્ક વગર લોકો નજરે ચડ્યા હતા.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો ફરજીયાત છે. ત્યારે રીલીફ રોડ ખાતે મૂર્તિમંત કોમ્પેલેક્ષમાં આ ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવતા તેને સીલ કરવામાં આવ્યું છે. AMCએ 120 દુકાનો સહિત આખું કોમ્પલેક્ષને સીલ કર્યું છે.

જણાવી દઇએ, AMC દ્વારા છેલ્લા અઠવાડીયાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા રવિવારે  આંબાવાડી વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ મોલને સીલ કર્યો હતો. સાથે મોડી સાંજે મેંગો રેસ્ટોરન્ટ સહિત વધુ ચાર હોટેલ સીલ કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ વિભાગ ઘ્વારા સિંધુ ભવન રોડ પર આવેલ મેંગો રેસ્ટોરન્ટ, પીએટ્રી રેસ, બિરમીસ રેસ્ટોરન્ટ તેમજ વસ્ત્રાપુર તળાવ પાસે આવેલ ગજાનંદ પૌઆ હાઉસને સીલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ પહેલા આલ્ફા વન મોલ ને પણ  સીલ કર્યો હતો. ત્યારબાદ મેકડોનાલ્ડ અને સેવીયર ફાર્મા કંપનીને સીલ કરવામાં આવ્યા હતા.કંપનીના કર્મચારીઓ માસ્ક પહેર્યા વિના કામ કરતા હોવાથી તેને સીલ કરવામાં આવી છે. જયારે મેમનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડને પણ સોસિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર સીલ કરી નોટિસ આપવામાં આવી હતી.

આ તમામ સ્થળે સોસીયલ ડિસ્ટન્સ નો અભાવ જોવા મળતા સીલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. 

 235 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર