September 21, 2020
September 21, 2020

અમદાવાદ: ઇસ્કોન ચાર રસ્તા પાસે AMTSએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત

AMTS બસે લીધો વધુ એકનો ભોગ, યુવકનું ઘટનાસ્થળે મોત

અમદાવાદમાં ઇસ્કોન ચાર રસ્તા પાસે AMTS  બસને અકસ્માત સર્જયો હતો. જેમાં એક બાઈકચાલક યુવકનું મોત નિપજ્યું છે. AMTS  ની રૂટ નં 501 ની બસના ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો, જેમાં બસીદખાન નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. ત્યારે અકસ્માતો માટે પંકાયેલ AMTS એ વધુ એક ભોગ લીધો છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના ઈસ્કોન ચાર રસ્તા પાસે AMTS બસે અકસ્માત સર્જયો છે. જેમાં રોડ પર બાઈક લઈને જતા યુવકનું મોત થયું છે. એસજી હાઈવે પર દોડતી AMCની રૂટ નંબર 501ની બસે આ અકસ્માત સર્જયો છે. જેમાં બસીદખાન નામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

યુવક GPSCની તૈયારી માટે પુસ્તક લેવા સુરેન્દ્રનગરથી અમદાવાદ આવ્યો હતો. દરમિયાન ઇસ્કોન ચાર રસ્તા પર AMTSના ડ્રાઇવરે તેની બાઇકને અડફેટે લીધું હતું. યુવક બસના આગળના વ્હીલ નીચે તે કચડાઈ ગયો હતો. ચાલકના હેલ્મેટની હાલત જોઈએ તો હેલ્મેટ પણ સંપૂર્ણપણે તૂટી ગયું હતું. હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયું હતું. આ મામલે પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, મૂળ ધાંગધ્રાના રામપુરી રોડ પર રહેતા બસિદખાન પઠાણ સરકારી નોકરી માટે જીપીએસસીની પરીક્ષાઓની તૈયારી કરતો હતો. આજે સવારે તેના મિત્ર સાથે તે અમદાવાદના ગાંધી રોડ પર પુસ્તકો ખરીદવા માટે જઈ રહ્યો હતો. આ દરમિયાન ઈસ્કોન બ્રિજ પાસે ઇસ્કોન મંદિરની સામે એએમટીએસ બસના ચાલકે તેને ટક્કર મારી હતી.

જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં જ એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. બાદમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે કોણી બેદરકારી છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માત સર્જવા માટે AMTSની બસો પંકાયેલી છે. આંકડા પર નજર કરીએ તો, અમદાવાદમાં બસોએ 14 વર્ષમાં 10,789 અકસ્માત કર્યા છે. છેલ્લાં 14 વર્ષમાં એએમટીએસ બસના કુલ 10879 અકસ્માત થયા છે, જેમાં 223 નાગરિકોના જીવ ગયા છે. એટલે કે 14 વર્ષના કુલ 5110 દિવસ મુજબ દરરોજ 2 થી વધુ નાના-મોટા અકસ્માતતો થયા જ છે. આ આંકડો અત્યંત ચોંકાવનારો છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર