September 23, 2021
September 23, 2021

અમદાવાદ : SOG ક્રાઇમ બ્રાંચે ત્રણ લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની કરી ધરપકડ

ફરાર અન્ય આરોપીને ઝડપી પાડવા વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચને વધુ એક મોટી સફળતા મળી છે. SOG ક્રાઈમ બ્રાંચે એક શંકાસ્પદ આરોપીની 3 લાખથી વધુ રોકડ રકમ સાથે દબોચી લીધો હતો. લીમડી ખાતેથી ચોરી થઇ હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું. હાલ આ મામલે SOG ક્રાઇમ બ્રાંચે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

SOG ક્રાઈમ બ્રાંચની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિાન પીઆઇ કે.પટેલની ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે પીએસઆઈ એ.વી શિયાળીયા સહિતની ટીમે શંકાસ્પદ શંકની અટકાયત કરી તપાસ કરતાં 3,30,000 લાખ રોકડા અને એક મોબાઈલ ફોન તેમજ જમીનના ઉતારાની નકલો મળી આવી હતી. જોકે, રોકડ રકમની માલિકી અને ફોનના બિલ માંગતા ઈસમ આધારભૂત પુરાવા રજૂ નહીં કરતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી તેમજ સંજ્યકુમાર ઉર્ફે જાતે સિસોદીયા હોવાનું જાણવા મળ્યું હતું.

આરોપીની ઉગ્ર પૂછપરછ કરતાં લીમડી ખાતેથી નજીકના સંબંધીઓએ ચોરી કરી પોતાને મુદ્દામાલ સોપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ મામલે SOGએ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી ચોરીના ગુનામાં ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

 41 ,  1