અમદાવાદ : SOGએ બાયો ડીઝલનો ગેરકાયદેસર ધમધમતો કાળો કારોબાર ઝડપાયો

એક લાખથી વધુના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

અમદાવાદમાં SOGએ બાયોડીઝલના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી બાયોડીઝલ નામના ઈંધણની ભારે ચર્ચા છે પણ હવે બાયોડીઝલના નામે નકલી ડીઝલના વેચાણનો કાળો કારોબાર તંત્ર માટે માથાના દુ:ખાવારૂપ બની ગયો છે. ત્યારે અસલાલીથી ખેડા જવાના હાઈવે પર બારેજા ગામની સીમમાં ગેરકાયદેસર બાયોડીઝલનું કૌભાંડ ચાલતું હતું. આ મામલે SOG પોલીસે એક લાખ 10 હજારની કિંમતનું 1700 લીટર બાયોડીઝલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ જિલ્લામાં બાયોડીઝલના ગેરકાયદે સંગ્રહ તથા વેચાણ કરતા ઈસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પોલીસને મળી હતી. પોલીસને આ બાબતે અમદાવાદમાં અસલાલીથી ખેડા જવાના હાઈવે પર બારેજા ગામની સીમમાં અંબિકા વોલ પેપરની બાજુમાં આર.કે. ટ્રાન્સપોર્ટના માલિક કિશોરભાઈ ચૌધરી ગેરકાયદે બાયોડીઝલ બહારથી મંગાવીને પોતાના આર.કે.ટ્રાન્સપોર્ટના કંપાઉન્ડમાં લોખંડનો ટાંકો રાખી તેમાં સંગ્રહ કરી ગેરકાયદેસર રીતે તેનો વાહનમાં ઇંધણ તરીકે ઉપયોગ કરે છે.

પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને એક લાખ 10 હજારની કિંમતનું 1700 લીટર બાયોડીઝલ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ એક લાખ 88 હજાર 500ના મુદ્દામાલ સાથે બે ઈસમોને પકડીને અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે નરેન્દ્ર ચૌધરી, પ્રદીપકુમાર ચૌધરીની ધકપકડ કરી છે. તથા કિશોરભાઈ ચૌધરી નામનો ઈસમ હાલમાં વોન્ટેડ છે.

 62 ,  1