September 18, 2021
September 18, 2021

અમદાવાદને હજુ પણ યાદ છે બોમ્બ બ્લાસ્ટના ધડાકા, કેવી રીતે ભૂલાય?

અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટને 13 વર્ષ પૂરા

26મી જુલાઈ 2008ના રોજ શહેરમાં 22 સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એ સાંજ અમદાવાદ સહિત રાજ્યભરની જનતા ક્યારે પણ નહીં ભુલે જેમાં એક-બે નહીં પરંતુ 58 નિર્દોષ લોકોના મોત થયા હતા. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર પાસે પણ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. જેથી મોટી જાનહાની સર્જાઈ હતી. સિરિયલ બ્લાસ્ટની તપાસ આરંભીને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે સૌ પ્રથમ વાર ઈન્ડિયન મુઝાહીદ્દીનના નેટવર્કનો પર્દાફાશ કરીને એક પછી એક એમ કુલ 80 જેટલા આરોપીઓને ઝડપી લીધા છે. આ આરોપીઓ સામે હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યાં છે. બીજી તરફ પીડિત પરિવાર પણ આંતકાવાદીઓને ફાંસીની સજા થાય તેવુ ઈચ્છી રહ્યાં છે.

અમદાવાદ શહેરમાં આજથી 13 વર્ષ પહેલા 26મી જુલાઇ કાળ બનીને આવી હતી. 26 જુલાઇ 2008ના દિવસે શ્રેણીબદ્ધ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. પરંતુ આ કંપાવી દેવાની દુર્ઘટનાને હજુ સુધી લોકો ભુલી શક્યા નથી. 70 મિનિટની અંદર 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટથી સમગ્ર અમદાવાદ જ નહીં બલ્કે ભારત પણ ધણધણી ઉઠ્યુ હતું.

આ બ્લાસ્ટ શહેરની બસનો ટાર્ગેટ બનાવવામાં આવી હતી. બે હોસ્પિટલના પ્રાંગણમાં પણ બ્લાસ્ટ થયા હતા. જેમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલનો સમાવેશ થાય છે. શરૂઆતી બ્લાસ્ટ બાદ આશરે 40 મિનિટમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ થયા હતા. બે જીવતા બોમ્બ પણ મણિનગરમાંથી મળી આવ્યા હતા. આ બ્લાસ્ટના એક દિવસ બાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પણ વધુ એક બોમ્બ નિષ્ક્રિય કરાયો હતો.

અમદાવાદ પોલીસે આઈએમના નેટવર્કનો પર્દાફાશ કરીને વડોદરાથી કયામુદ્દી કાપડીયા સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. તેમજ મુખ્યસુત્રધાર ભટકલ બુંધીઓની સામે આવી હતી. તેમજ અન્ય સુત્રધાર અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીરની પણ સંડોવણી સામે આવી હતી. પોલીસે અબ્દુલ સુભાનને બે વર્ષ પહેલા ઝડપી લીધો હતો. આ ઉપરાંત સાબરમતી જેલમાં બંધ આરોપીઓએ જેલમાંથી ભાગી જવાનું કાવતરુ ઘડ્યું હતું. તેમજ સુરંગ પણ ખોદી હતી. જો કે, આરોપીઓ ભાગે તે પહેલા જ તેમના કાવતરાનો પર્દાફાશ થયો હતો.

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ પહેલા ઈન્ડિયન મુઝાહીદ્દીને દેશમાં અનેક સ્થળો પર બ્લાસ્ટ કર્યા હતા. પરંતુ આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી ન હતી. જો કે, અમદાવાદ પોલીસે આઈએમના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા.

 98 ,  1