September 19, 2021
September 19, 2021

અમદાવાદ : PSIના ત્રાસથી યુવકનો આપઘાત, ત્રણ સામે ફરિયાદ

 ‘ખોટા કેસ કરીને ખોટી FIR કરીને અમને દબાણ કરે છે’

 સુસાઈડ નોટમાં PSI પર ગંભીર આરોપ

જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર

અમદાવાદમાં PSIના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવકની જમીન પર બે શખ્સોએ કબ્જો કરી લીધો હતો. જેની ફરિયાદમાં PSI ધમકાવી ત્રાસા આપતા હોવાથી યુવકે ઝરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે કાગડાપીઠ પોલીસે PSI સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોત પહેલા યુવકે એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં મીના બજાર ચોકીમાં ફરજ બજાવતા PSI પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમજ જાતિ વિરૂદ્ધ અપશબ્દો કહેતા દબાણવશ યુવકે મોતને વહાલું કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે બીજી બાજુ મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે હોબાળા મચાવી, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. 

શહેરના ગીતા મંદિર વિસ્તારમાં મજુરગામ ત્રણ રસ્તા પાસે આવેલ એકતાનગરમાં રહેતા પ્રેમજી દેવજીભાઇ રેવર ગત રોજ સાંજે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.  યુવકે આપઘાત કરતાં પહેલા એક સુસાઈડ નોટ હતી. જેમાં મીનાબજાર પોલીસ ચોકીના PSI, જયેન્દ્ર કોષ્ટી તેમજ નરેન્દ્ર કોષ્ટીએ માનસિક ટોર્ચર કરી આત્મહત્યા માટે મજબૂર કર્યા હોવાનો ઉલ્લેક કર્યો છે.

સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, મજુરગામ ત્રણ રસ્તા પાસે નાનપુરા ચાલીની સામે વિજયનગર સોસાયટીમાં માલિકી ધરાવતી જમીન પર જયેન્દ્ર કોષ્ટી તેમજ નરેન્દ્ર કોષ્ટીએ ગેરકાયદે દબાણ કરી બાંધકામ કર્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ પણ આપી હતી. ત્યારે આ મામલે છેલ્લા કેટલાક સમયથી પીએસઆઈ ગોહિલ દ્વારા માનસિક હેરાનગતિ કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.

સુસાઇડ નોટમાં લખ્યું છે કે, અમારી સાથે ખૂબ જ અન્યાય થયો છે. અમારી દુકાનની પાછળ જયેન્દ્ર કોસ્ટી અને બિગ બજારના ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફ.આઈ.આર કરીને અમને દબાણ કરે છે અને પી. એસ. આઈ ગોહિલ સાહેબ અમારું કાંઈ સાંભળતા નથી. સામે વાળા પાસેથી પૈસા લઇ અમારા સામે ખોટી ફરિયાદની ધમકી આપે છે.

જયેન્દ્રકુમાર મને ફસાવવા કાવતરૂ કરેછે, તેમજ મારી જમીન પડાવવા ગેરકાયદેસર બાંધકામ કરેલ છે અને PSI ગોહિલ સાહેબ પણ ષડયંત્ર રચતા હતા મને મરવા મજબૂર કરેલ છે, મારી આત્મહત્યા માટે તેઓ જવાબદાર છે. PSI ગોહિલને કોઈપણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે, તમો વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે અમને ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે. જયેન્દ્રના મકાન પાછળ અમારી મરજીની જગ્યામાં પાકો સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કાંઇપણ સાંભળેલ નથી.

ત્યારે આ મામલે પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને PSI વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 35 ,  1