અમદાવાદ : ગીતા મંદિર વિસ્તારમાં છેડતી, ટપોરીએ મહિલાને બાથમાં લઇ ટીશર્ટ ફાડી નાંખી

આબરુ બચાવવા મહિલા નીચે બેસી જતાં આરોપીએ કરી મારઝુડ

અમદાવાદ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં છેડતીની ઘટના સામે આવી છે. સરેજાહેર નરાધમે મહિલાને બાથમાં મહિલા કપડા પણ ફાડી દીધા હતા. મહિલા નજીક ચાની કીટલી પર ચા લેવા જઇ રહી હતી. તે દરમિયાન ઘાત લગાવીને બેઠેલો વિકૃતે અચાનક મહિલાને બાથમાં જકડી લીધી હતી. બાદમાં મહિલની ટીશર્ટ ફાડી નાંખી હતી. આ ઘટના બાદ ડઘાઇ ગયેલી મહિલા લાજના મારે નીચે બેસી ગઇ હતી. આ મામલે મહિલાએ કાગડાપીઠ પોલીસ મથકમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો હતો યુવકે મારામારી પણ કરી હતી.

મહિલાની ફરિયાદ મુજબ, શહેરના ગીતા મંદિર વિસ્તારમાં રહેતી 30 વર્ષિય મહિલા પોતાના ઘરની નજીકમાં આવેલી ચાની કિટલી પાસે ચા લેવા માટે ગઈ હતી. આ મહિલા ચા લેવા માટે કિટલી પાસે પહોંચી ત્યારે આ જ વિસ્તારમાં રહેતો આરોપી તેની પાસે આવ્યો હતો અને મહિલાને બાથમાં ભરી લીધી હતી.

આવેશમાં આવેલા યુવકે મહિલાની ટીશર્ટ પણ ફાડી નાખી હતી. આ દરમિયાન પોતાની આબરૂ બચાવવા મહિલા નીચે બેસી ગઇ હતી. તો બીજી તરફ આરોપી તેની સાથે મારપીટ કરી રહ્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા આરોપી ભાગી ગયો હતો.

આ મામલે કાગડાપીઠ પોલીસે હેરી નામના ટપોરી વિરૂદ્ધ ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.

 77 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર