September 24, 2020
September 24, 2020

અમદાવાદ : PCRમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓ લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપી લીધા છે. લાંચની ફરિયાદ બાદ ACBએ ટ્રેપ ગોઠવી PCRમાં ફરજ બજાવતા ત્રણેય લાંચીયા પોલીસકર્મીઓને દબોચી લઇ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા.

લાંચ લેતા ઝ઼ડપાયેલા ત્રણેય આરોપી પોલીસકર્મીઓ  શાકભાજીના વેપારી પાસેથી ધાક ધમકી આપી પૈસા પડાવતા હતા. શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે ACBએ વોચ ગોઠવી હતી.

પ્રાથમિક તપાસમાં શાક માર્કેટમાં વહેલી સવારે ઉભા રહીને ટામેટા વેચવા ગાડીને ઉભી રાખવા અને ટામેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા દરરોજના રૂ.50 થી રૂ.100 સુધીનો ગેરકાયદેસર રીતે રૂપિયાની માંગણી કરવામા આવતી હતી. બાદમાં વેપારીઓને ધંધો કરવા દેતા હતા. જો કે આ મામલે ACBને ફરિયાદ મળતા એક્શનમાં આવી લાંચીયા પોલીસકર્મીઓને રંગે હાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાંચ લેતા ઝડપાયેલા આરોપી પોલીસકર્મીઓ

1) પ્રભુદાસ નાનજીભાઇ ડામોર, અનાર્મ પો. કોન્સ્ટેબલ, ગાયકવાડ હવેલી પો.સ્ટેશ, પી.સી.આર. વાનના ઓપરેટર (રહે. બ્લોક નંબર. બી/3, રૂમ નંબર-43 રાણીપ પોલીસ લાઇન, રાણીપ, અમદાવાદ.)

2) ક્રિષ્નાભાઇ અરવિંદભાઇ બારોટ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ, ગાયકવાડ હવેલી પો.સ્ટેશન, પી.સી.આર. વાનના ઇન્ચાર્જ (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, બાપુનગર, અમદાવાદ)

3) દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ, અનાર્મ કોન્સ્ટેબલ પી.સી.આર. વાન નંબર-40 ના ડ્રાઇવર (રહે.આર્ય રેસીડેન્સી, સૈજપુર ટાવરની સામે, નરોડા રોડ)

 150 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર