અમદાવાદઃ IAS ગૌરવ દહિયાની પૂર્વ પત્નીએ કર્યો ખુલાસો..


ગુજરાત IAS ગૌરવ દહિયા અને લીનુસિંહ વચ્ચેના સંબંધોના મામલે સમિતિ દ્વારા તપાસ ચાલી રહી છે. ત્યારે આ ઘટનામાં વધુ એક વળાંક આવ્યો છે. ગુજરાત IAS ઓફિસર વાઈફ એસોસિએશનના વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થતા પહેલા ગૌરવ દહિયાની પૂર્વ પત્ની શિવાની બિશ્નોઈએ બાળકનું ભવિષ્યનું વિચારીને દહિયા સાથે છુટાછેડા લીધા હોવાનો ખુલાસો કર્યો છે.

લગ્નના 8 વર્ષમાં પુત્ર જન્મ બાદ બંને વચ્ચે સંબંધો બગડતા ગયા. શિવાનીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી મિડિયામાં ચાલતી ચર્ચાથી વોટ્સએપ ગ્રુપથી લેફ્ટ થઈ રહી છું. ગ્રુપ લેફ્ટ કરતા પહેલા શિવાનીએ ગૌરવ સાથે લીધેલા ડિવોર્સની કોપી પણ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી હતી.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી