અમદાવાદ: 1500 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા ઉમિયાધામનો શિલાન્યાસ

ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે અમદાવાદ ખાતે ઉમિયા મંધિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત શાહે જાહેર સભાને સંબંધિત કરતા કહ્યું હતું કે માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગમાં મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે, રાજ્યના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરૂ છે, અમિત શાહે ઉંઝાના ઉમિયાધામ અંગે વાત કરતા કહ્યું કે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું ઊંઝાનું ઉમિયા મંદિર વિશ્વ વિખ્યાત બન્યું. અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા ઉમિયાધાન વિશે વાત કરતા જણાવ્યું કે ઉમિયાધામમાં માત્ર 1 રૂપિયામાં રહી શકે તેવી વ્યવસ્થા કરાશે, 1500 કરોડના ખર્ચે બની રહેલા ઉમિયાધામ દરેક સમાજના દીકરા દીકરીઓ માટે લાભદાયક રહેશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઉમિયામાતા સંસ્થાનનો હું આભાર માનું છું કે આ પવિત્ર કામમાં જોડવા માટે મને મોકો આપ્યો, મને નિમંત્રણ આપ્યું. આજે આ પવિત્ર કામમાં ધામના શિલાન્યાસમા મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે.1500 કરોડના ખર્ચે અનેકવિધ ગતિવિધિઓ મંદિરના શિલાન્યાસ સાથે થવાની છે. અહીં એક વિશાળ મોડેલ છે. અનેક વર્ષોથી આ જગ્યા લીધા પછી અમદાવાદમાં કડવા પાટીદાર સમાજનું એક કેન્દ્ર બને એ માટે પાટીદાર સમાજે જે સંકલ્પ લીધો છે એ માટે હું સમાજને ખૂબ શુભકામનાઓ આપું છું.

ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં અમિત શાહ સહિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં છે. 13મી ડિસેમ્બરે વડાપ્રધાન મોદી આ શિલાન્યાસ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન કરશે. આ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અમિત શાહ સાથે સ્ટેજ પર જોવા મળ્યાં હતાં.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી