અમદાવાદઃ સામાન્ય વરસાદમાં ગાંધી આશ્રમની દીવાલ ધરાશાયી….હે રામ !

અમદાવાદમાં વરસાદ થતા સાબરમતી રિવરફ્રંટ નજીક ગાંધીઆશ્રમની દીવાલ ધરાશાયી થઈ છે. આશ્રમમાં નંદીની ભવનની દીવાલ ધરાશાયી થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ પહેલા ભારે વરસાદ થતા દીવાલ ક્ષતિગ્રસ્ત થઈ હતી. ત્યારે હવે ભારે પવન સાથે વરસાદ થતા દીવાલ ધરાશાયી થઈ છે.

વરસાદ આગાઉ આ દિવાલ ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેનુ સમારકામ વરસાદ બાદ કરવાનું હતું. જોકે આજે આ દિવલ ધરાશાયી થઇ ગઇ છે. નંદીની ભવનમાં દેશના પ્રથમ પીએમ જવાહર લાલ નહેરુ અને તેમની ઘણીબધી યાદો આ દિવાલ સાથે જોડાયેલી છે.

હાલ તાત્કાલિક ધોરણે કાટમાળ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવશે.તો અમદાવાદમાં સામાન્ય વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે.ત્યારે તંત્રએ પ્રિ-મોન્સૂનની કામગીરીને લઈને કરેલા દાવા પોકળ સાબિત થયા છે.

 44 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી