September 26, 2020
September 26, 2020

અમદાવાદ : પાડોશીએ જ બાળકીની કરી હત્યા, દુષ્કર્મનો પ્રયાસ બાદ ગળું દબાવી મારી નાખી

પાડોશી બન્યો હેવાન, બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ બાદ કરી હત્યા

અમદાવાદ શહેરમાં મહિલાઓ બાળકીઓ સુરક્ષિત તેમજ સબસલામતના દાવાઓ પોકળ સાબિત થયા છે. થોડાક દિવસ પહેલા સોલા વિસ્તારમાં ગુમ થયેલી 7 વર્ષની બાળકીની લાશ મળી આવી છે. આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત કરી છે.

શહેર સોલા વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાંથી ખુશી રાઠોડ નામની 7 વર્ષની બાળકી ગુમ થઈ હતી અને જે મામલે સોલા પોલીસ સ્ટેશનમાં તેના પરિવારજનો ગુમ થયાની ફરિયાદ પણ દાખલ કરી હતી. જોકે પોલીસે અલગ-અલગ દિશા માં તપાસ કરી રહી હતી પરંતુ કોઈ સફળતા હાથ લાગી નહતી.

પોલીસ સોશ્યિલ મીડિયાનો પણ સહારો પણ લીધો હતો પણ કોઈ ભાળ મળી ન હતી. જો કે મંગળવારે સવારે ઓગણજ ટોલનાકા પાસેથી લાશ મળી આવી હતી. તો બીજી તરફ સોલા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી. આ મામલે તાપાસ કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભીખુ ઉર્ફે ભાવેશ નામના પાડોશીની ધરપકડ કરી છે.

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ભાવેશ 12 તારીખે ખુશીને તેના ઘરેથી લઈ ગયો હતો. ખેતરમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરતાં ખુશીએ બૂમાબૂમ કરી હતી, જેથી ભાવેશે ગળું દબાવીને ખુશીને મોતને ઘાટ ઉતારી હતી. બાળકી કોઇને વાત ન કહે તે માટે આરોપીએ બેરહેમી પૂર્વક મોતને ઘાટ ઉતારી દીધી હતી.

મળતી વિગત મુજબ આરોપીએ ખેતરમાં લઈ જઈ દુષ્કર્મનો પ્રયાસ કરતા ખુશીએ બૂમાબૂમ કરી હતી, જેથી ભાવેશે ગળું દબાવીને ખુશીને મોતને ઘાટ ઉતારી હતી. હાલ આ મામલે પોલીસે આરોપી ભાવેશને દબોચી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

 173 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર