September 21, 2020
September 21, 2020

અમદાવાદ : સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનો આવશે ઉકેલ, CM રૂપાણીએ લીધો મહત્વનો નિર્ણય

નિર્વાસિતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે

અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યાનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે શહેરના તમામ ઝોનમાં આવેલી 4 હજારથી વધુ ભાડા પટ્ટાની દુકાનો, ગોડાઉનો, જમીનો તેમજ નિર્વાસિતોની મિલકતોના ભાડુઆતો હવે કાયદેસર માલિક બનશે.

અમદાવાદ મહાનગરના સાડા ચાર દાયકા જૂની ભાડા પટ્ટાની સમસ્યા CM રૂપાણીએ ઉકેલ આણ્યો છે. અમદાવાદના નિરાશ્રીતોની સમસ્યા ઉકેલાશે અને તેઓ કાયદેસર જમીન-દુકાન ગોડાઉના માલિક બની શકે છે. અત્યારસુધી આ જગ્યાઓ કાતો કબજામાં અથવા તો અસામાજિક તત્વોના નેજા હેઠળ હોવાથી અનેક લોકો પીડિત હતા. 

સાડા ચાર દાયકા-45 વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબા ગાળા ના માલિકી હક્ક સાડા ચાર દાયકા-45 વર્ષથી અનિર્ણીત રહેલી ભાડા પટ્ટાની સમસ્યા ઉકેલી નિરાશ્રીતો સહિતના પરિવારો ને મિલકતો છુટક જમીનોના કાયદેસરના લાંબાગાળાના માલિકી હક્ક મળશે.

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર