અમદાવાદ : સાબરમતી નદીમાં હજારો માછલીઓના મોત, તંત્રમાં દોડધામ

માછલીઓના મોત કોરોનાથી થયા છે તેવી કોઈ પુષ્ટિ નથી

અમદાવાદની સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળી આવ્યા બાદ હવે માછલીઓના મોત બાદ તંત્ર દોડતું થયું છે.  શહેરના સુભાષબ્રિજ પાસે શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટમાં એકાએક માછલીઓનાં મોત થતા ચિંતા શહેરીજનોને ચિંતા વધારી છે. પરંતુ માછલીઓના મોત કોરોનાથી થયા છે તેવી કોઈ પુષ્ટિ નથી. આ માછલીઓના મોત કેમિકલ અથવા ગંદકીથી થયા હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. પ્રદુષિત પાણીના કારણે એક પછી એક માછલીઓના મોત થઇ રહ્યા છે.

એન.પી.જી.એ.ના ચીફ જયેશ લંકેશના જણાવ્યા અનુસાર અત્યારે સાબરમતી નદીમાં દૂધેશ્વરથી સુભાષબ્રિજ વચ્ચેના નદીમાં હજારો મોટી માછલીઓ મૃત્યુ પામેલ છે જેના કારણે દુર્ગંધ પણ ફેલાઇ રહી છે. અગાઉ પણ આવી રીતે માછલીઓ મૃત્યુ પામી હતી. જો કે હજુ સુધી તેનું કોઈ ચોક્કસ કારણ કે વ્યવસ્થા હજુ સુધી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું નથી. તેથી મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાતું નથી. હમણાં ન્યુઝ પેપરમાં જણાવ્યા મુજબ નદી અને તળાવોમાં પણ પોઝિટિવ અસર જોવા મળેલ છે તો આવી તો કોઈ શક્યતા નથી ને… મ્યુનિ.સત્તાધીશો એ આ બાબતે તપાસ કરી પ્રજાને જાણ કરવી જોઈએ અત્યારે નદીમાં બહારના ઘણા પક્ષીઓ પણ આવેલ છે તેમને પણ નુકશાન થઈ શકે છે.

ગાંધીનગર IITના અર્થ સાયન્સના પ્રો. મનિશકુમારસિંઘનું માનવું છે કે, આ વાયરસ મૃત છે અને તેનાથી પાણીમાં કે પાણીથી સંક્રમણ થાવનું કોઇ જોખમ નથી. આ સ્ટડી કરવા પાછળનો હેતુ સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવના પાણીમાં કોરોના વાયરસની હાજરી છે કે નહીં તે ચકાસવાનો હતો.

 92 ,  1