અમદાવાદ : રાણીપ વિસ્તારમાં રિક્ષામાં આવેલા ત્રણ શખ્સોએ દૂધ-છાસની કરી ચોરી

રિક્ષામાં ત્રણ તસ્કરો આવીને 56 જ સેકન્ડમાં દૂધ અને છાશના 11 કેરેટ ચોરી કરી ફરાર

અમદાવાદ શહેરમાં રાણીપ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જો કે આ ચોરી રૂપિયા કે દાગીનાની નહીં પરંતું દુધ અને છાસ હતી. એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ લૂંટાળુઓ બેફામ બન્યા છે. રાણીપ વિસ્તારમાં એક દૂધ પાર્લરમાં વહેલી સવારે 4 વાગ્યે રિક્ષામાં ત્રણ તસ્કરો આવીને 56 જ સેકન્ડમાં દૂધ અને છાશના 11 કેરેટ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ આખી ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી.

રાણીપમાં આવેલા કલ્યાણ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ તિવારી રાધાસ્વામી રોડ પર ગણેશ ડેરી ફાર્મ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં વહેલી સવારે અમૂલ કંપનીની ટ્રક આવીને દૂધ અને છાશના કેરેટ મૂકીને જતી રહે છે. ત્યારે આ તસ્કરો લાભ લઇ વહેલી સવારે 4 વાગે આવી અને દૂધ અને છાશના કેરેટ રિક્ષામાં ભરી ફરાર થઈ ગયા હતા.

આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે તસ્કર ટોળકીને પકડવા તજવીજ હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય છે કે, મોડીરાતથી વહેલી સવાર સુધી કરફ્યૂ હોવા છતાં આ તસ્કરો રિક્ષા લઈને કેવીરીતે નીકળ્યા હતા?

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર