લોકડાઉન જેવી સ્થિતિ તરફ અમદાવાદ..! AMCના નિર્ણય સામે જનતામાં રોષ

AMCએ પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ મૂંઝાયા

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા શહેરમાં BRTS અને AMTS સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે આજે કેસની સંખ્યા અમદાવાદમાં 270ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

AMTS અને BRTS બંધ થતા મુસાફરો રઝળી પડ્યા હતા. વહેલી સવારે નોકરીયાતા અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. AMCના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રીક્ષાચાલકો બમણું ભાડુ વસૂલી રહ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં આજથી તમામ પાર્ક અને ગાર્ડન બંધ રહેશે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા છે. અમદાવાદની AMTS અને BRTS સેવા બંધ આજથી બંધ કરાઈ છે. સાથે જ આજથી અમદાવાદ શહેરના તમામ જીમ બંધ રહેશે. આજથી અમદાવાદ શહેરના તમામ સ્પોર્ટસ ક્લબ બંધ રહેશે. અમદાવાદ શહેરના તમામ ગેમ ઝોન બંધ રહેશે. 

પરીક્ષા ટાણે જ નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા

શહેરમાં કોરોનાનો કહેર વધતા તાત્કાલિક અસરથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) AMTS અને BRTS બસો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ નિર્ણયથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા ટાણે જ આ પ્રકારનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓ મૂંજાયા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપવા કરતા પરીક્ષા કેન્દ્ર પર કેવી રીતે પહોંચવું તે વિદ્યાર્થીઓ માટે અગ્નિપરીક્ષા સમાન બની રહેવાનું છે. પરીક્ષા સમયે જ સીટી બસો બંધ કરવાના નિર્ણયનો વિરોધ વિદ્યાર્થી સંગઠનોએ નોંધાવ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1100થી વધુ કેસ 

રાજ્યમાં ફરી કોરોના વાયરસ વકર્યો છે. છેલ્લા 24 કલાકમાં 1122 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. આજે 775  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,71,433 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.54 ટકા પર પહોંચ્યો છે. હાલ 5310 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 લોકો વેન્ટિલેટર પર અને 5249 લોકો સ્ટેબલ છે.

અમદાવાદમાં ભીડવાળી જગ્યા પર ચેકિંગ 

અમદાવાદમાં કોરોના વકરતાં શહેરની પરિવહનની મુખ્ય ધરી ગણાતી AMTS સેવા અને BRTS સેવાને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી અમદાવાદમાં AMTS અને BRTS સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી નિર્ણય ના આવે ત્યાં સુધી સેવાઓ બંધ કરવામાં આવી છે. બાગ-બગીચા અને રિવરફ્રન્ટ બંઘ કરાયા AMTS અને BRTS બંધ કરવામાં આવ્યો છે.  

તો સાથે જ અમદાવાદમાં ભીડવાળી જગાએ amc દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ભીડ ઓછી કરાવવા પ્રયત્નો કરવામાં આવનાર છે. લો ગાર્ડન ખાતે AMCની ટીમે ગઈકાલે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કર્ણાવતી પગરખાં બજાર ભીડ હોવાથી બંધ કરાવ્યું છે. 

CM અને DyCM ના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક

 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ અને દિશા નિર્દેશનો અંગેની વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લઇને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સઘન બનાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ મહત્વના નિર્ણયો અનુસાર રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા તેમજ કોન્ટેક ટ્રેસીંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કન્ટેઇનમેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવાની સૂચના આપવામાં આવી છે.
 
રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આ મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવારના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવઓને તાકીદના ધોરણે આ શહેરોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાને અમદાવાદ, શિક્ષણ સચિવ વિનોદ રાવ અને નાણા સચિવ (ખર્ચ) મિલીન્દ તોરવણેને વડોદરા તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાને રાજકોટ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર એન. થેન્નારસનને સુરતની જવાબદારી સોંપવામાં આવી છે.

 81 ,  1