September 21, 2020
September 21, 2020

અમદાવાદ : શ્રેય હોસ્પિટલ અગ્નિ કાંડ મામલો, ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

કોરોનાના 8 દર્દીને ભરખી જનાર અગ્નિકાંડમાં ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એફએસએલ અને ફાયર વિભાગના રિપોર્ટ બાદ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ હવે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરવામાં આવી છે. શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા.

થોડા દિવસો અગાઉ અમદાવાદ ના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રેય હોસ્પીટલ મા મધરાત્રી એ icu વોર્ડ મા આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોના ની સારવાર લઈ રહેલ 8 દર્દી ના દુઃખદ મોત થયા હતા.

ત્યારે આ મોત નું મુખ્ય જવાબદાર કોણ છે તેને લઈ ને નવરંગપુરા પોલીસે હોસ્પિટલ ના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારી નો ગુનો દાખલ કરી સંતોષ માની લઈ ને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ટ્રસ્ટી ભરત મહંત ની ધરપકડ કરીને રિમાન્ડ મેળવા ની તજવીજ હાથ ધરી છે.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર