અમદાવાદઃ દશેરાનાં શુભ મુર્હતમાં 9 કરોડનાં ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરનું વેચાણ…

અમદાવાદમાં દશેરાના શુભ મુર્હતમાં અંદાજે 9 કરોડના ટૂ-વ્હીલર અને ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જો કે, ગત વર્ષની તુલનામાં ઘટાડો હોવાનું ડીલરોનું કહેવુ છે. બીજી તરફ, નવરાત્રિ અને દશેરાના દિવસે રાજયમાં 74 મર્સિડિઝનું વેચાણ થયું છે જેમાં 50 ટકા મર્સિડિઝનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે.

ઓટો ડિલરોના જણાવ્યા પ્રમાણે, દશેરાના દિવસે અંદાજે 8000 જેટલા ટૂ-વ્હીલરોનું વેચાણ થયું છે. જ્યારે 6000 હજાર જેટલી ફોર વ્હીલર વેચાઈ છે. ઓટો સેકટરમાં છેલ્લા ઘણા વર્ષો પછી ઓછું વેચાણ થયું હોવાનું મનાય છે. બીજી તરફ, મર્સિડિઝ કંપનીનો દાવો છે કે, છેલ્લા 10 દિવસમાં મુંબઈ અને ગુજરાતના માર્કેટમાં કુલ 200 મર્સિડિઝનું વેચાણ થયું છે. જેમાં ગુજરાતમાં 74 વેચાઈ છે અને તેમાંથી 50 ટકા કાર અમદાવાદમાં વેચાઈ છે.

મળતી માહિતી પ્રમામે ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર મહિને 16 હજાર જેટલા વ્હીકલનું વેચાણ થાય છે. જે ગત વર્ષે 22 હજાર હતું. જો કે, નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં આ આંકડો 30 હજાર પહોંચે તેવી સંભાવના પણ ડીલરોએ વ્યકત કરી છે. આગામી દિવસોમાં દિવાળીના તહેવારને પગલે વાહનોના વેચાણમાં વધુ વધારો થવાનું બજારનું માનવું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી