અમદાવાદ : ઘરફોડ ચોરી કરનાર બે રીઢા તસ્કરોને ક્રાઈબ્રાંચે દબોચી લીધા

સોનાના દાગીના મળીને કુલ રૂ.82 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઘરફોડ ચોરી કરનાર બે રીઢા ગુનેગારોને ક્રાઈબ્રાંચની ટીમે દાણાપીઠ ફાયર સ્ટેશનની સામે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી સોનાના દાગીના મળીને કુલ રૂ.82 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેર ક્રાઈમ બ્રાંચ ગુનાહીત કાવતરા કરનાર લોકોને પકડવા માટે પેટ્રોલીંગ કરતી હતી ત્યારે એએસઆઈ રાકેશ કુમારને બાતમી મળી હતી કે દાણાપીઠ ફાયર સ્ટેશનની સામે બે શખ્સો ઘરફોડ ચોરીના રીઢા ગુનેગારો છે. જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમે દાણાપીઠ ફાયર સ્ટેશનની સામે વોચ ગોઠવી બંન્ને શખ્સોને ઝડપી લીધા હતા.

પકડાયેલા બંન્ને શખ્સો પાસેથી રૂ.82 હજારના સોનાના દાગીના ક્રાઈબ્રાંચની ટીમે જપ્ત કર્યા છે. આરોપીની પુછપરછ કરતા તેમણે પોતાના નામ અકબરખાન પઠાણ અને જાકીર ઉર્ફે ઈકબાલ ઉર્ફે ચુહો શેખ હોવાનું જણાવ્યુ હતુ. વધુ પુછપરછમાં સામે આવ્યુ હતુ કે, ગત 19 તારીખે આ બંન્ને આરોપી હિંમતનગર મહાકાળી મંદિર રોડ પર આવેલ સોસાયટીના એક બંધ મકાનમાંથી કપડા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી.

જાકીરના ગુનાહિત ઈતિહાસ તપાસતા 2002થી 2020 સુધી શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 14 વખત પકડાયેલો હતો. તથા ત્રણ વખત જુનાગઢ અને જામનગરમાં પાસા હેઠળ પર રહી ચૂક્યો હતો. તથા અકબરખાન બારકે વર્ષ પહેલા દેશી દારૂના કેશમાં શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે.

 25 ,  1