અમદાવાદ : ઇસરો પાસે BRTS બસનું ટાયર ફાટતા થયો અકસ્માત, બે લોકો ઇજાગ્રસ્ત

અકસ્માતમાં બસ ચાલક અને મુસાફરોનો ચમત્કારિક બચાવ 

શહેરના પોશ વિસ્તાર ઇસરો પાસે બીઆરટીએસ બસનો અકસ્માત થયો. ઇસરો બીઆરટીએસ કોરીડોરમાં બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ડરી ગયેલા મુસાફરોએ રાડારાડ કરી મૂકી હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. જોકે, હજુ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી.

અકસ્માત પછી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ઇલેક્ટ્રિક પોલ સાથે ટકરાઇ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

 72 ,  1