અમદાવાદ : ગુજરાતમાં બેફામ રોગચાળો

રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદે હાલ વિરામ લીધો છે. પરંતુ વરસાદના વિરામ સાથે જ ગુજરાતભરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. હાલ ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને લોકો ચિકનગુનિયા, ડેંગ્યુ, મેલેરિયા, ટાઈફોડનો શિકાર થઈ રહ્યા છે. રાજ્યભરમાં 1 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીમાં 97 લાખથી વધુ લોહીના નમૂના લઈને તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ ,ચેપી રોગોના નિયંત્રણ માટે રાજ્ય સરકાર ચિંતિત છે. રાજ્ય કક્ષાએથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કક્ષાએથી આ રોગોની તમામ માહિતી પણ ઓનલાઈન પુરી પાડવામાં આવે છે. જેનું આરોગ્ય કમિશનર દ્વારા રોજબરોજ મોનિટરિંગ કરવામાં આવે છે અને જ્યાં જરૂર જણાય ત્યાં સર્વેલન્સની કામગીરી વધુ સુદ્રઢ બનાવવામાં આવી રહી છે.

 34 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી