September 19, 2021
September 19, 2021

અમદાવાદ : નશા માટે કફ સીરપનો ઉપયોગ..! દવાની બોટલ સાથે બેની ધરપકડ

કોરેક્સ કફ સીરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા

શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં કફ સીરપની દવાનો નશા તરીકે વેચાણ કરતા બે આરોપીઓ ઝડપાયા છે. આરોપીઓ ગેરકાયદેસર રીતે કોરેક્સ કફ સિરપનો ઉપયોગ નશો કરવા માટે કરતા હતાં. હાલ આ મામલે ગાયકવાડ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં ઈસ્માઈલ ઉર્ફે ઈમુ પઠાણ અને જાવેદ શેખ રૂપિયાની લાલચમાં ગેરકાયદેસર રીતે નશીલી દવાઓનું વેચાણ હોવાની બાતમી મળતા ગાયકવાડ હવેલી પોલીસના ડી સ્ટાફ પી.એસ.આઇ. વિપુલ સિંગરખીયા અને તેમની ટીમે વોચ ગોઠવીને આ બંને આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતી.

મેડિકલમાં મળતી આ કફ સીરપ બિમાર વ્યક્તિની ખાંસી અને શરદી તો મટાડે જ છે. પરંતુ જો તેને વધારે માત્રામાં લેવામાં આવે તો તેનાથી નશો પણ થાય છે. બીજી તરફ અલગ અલગ કંપનીની કફ સીરપ સરળતાથી દરેક મેડિકલ સ્ટોર પર મળી રહે છે. આ પ્રકારની નશીલી દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી મેડીકલ સ્ટોરના સંચાલક આપતા હોય છે. જો કે ધરપકડ કરાયેલા બન્ને આરોપીઓ પૈસાની લાલચમાં નશો કરનાર લોકોને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર વેચાણ કરતા હતા.

ત્યારે આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે ઈસ્માઈલ પઠાણ અને જાવેદ શેખને ખોટી રીતે રૂપિયા કમાવવાના કૌભાંડમાં નશાકારક દવાઓ વેચતા રંગેહાથ ઝડપી પાડી નશાકારક દવાના આ ગેરકાયદેસર કારોબારમાં અન્ય કોણ કોણ જોડાયેલા છે તે દિશામાં તજવીજ હાથ ધરી છે.

 109 ,  1