અમદાવાદ : મૃતકના દાગીના ચોરનાર વોર્ડ બોય ઝડપાયો

શાહીબાગ પોલીસે રૂ. 1.60 લાખની સોનાની બંગડી કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી

કોરોનાના કહેર માણસ જ નહીં પણ માનવતા મરી પરવારી હોય તેમ તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાં મૃતકના શરીર પરથી દાગીનાની ચોરી કરતા બે ચોર પકડ્યા ને હજી એક વર્ષ પણ નથી થયું ત્યાં ફરી એક વખત અન્ય એક ચોર મૃતદેહ પરથી દાગીના ચોરતા ઝડપાયો છે.

એશિયાની સૌથી મોટી ગણાતી એવી સિવિલ હોસ્પિટલ કોરોનાની મહામારીમાં અનેક વિવાદમાં સપડાઈ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ તેમના દાગીના ચોરી થયાની ઘટના તેમજ કોરોના દર્દીઓના રહસ્ય ગુમ થવાની સંખ્યાબધ ફરિયાદો કારણે સિવિલની છબી ખરડાઇ રહી છે. એટલું જ નહીં સિવિલ હોસ્પિટલમાં પુષ્કળ પ્રમાણમાં દર્દીઓનાં સરસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

ત્યારે હવે 1,200 બેડની કોરોના હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના મૃતદેહ પરથી દાગીનાની ચોરી આરોપી સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણાની ધરપકડ કરી છે. આરોપીએ રૂ. 1.60 લાખની સોનાની બંગડી ચોરી કરી હતી જે શાહીબાગ પોલીસે કબ્જે કરી છે.

ઝડપાયેલ આરોપી સાહિલ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જે દિવસે તેને ચોરીને અંજામ આપ્યો તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહ પરિવારને સોંપવાની હતી. માટે તે મૃતદેહ લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો. તે સમયે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીનો તમામ 1.60 લાખની કિંમતની સોનાની બંગડી કબ્જે કરી છે.

હાલ પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 32 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર