અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 T20 મેચો રમાશે

ઇગ્લેંડની ટીમ આગામી વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે. આ દરમિયાન ઇગ્લેંડની ટીમ 2 ટેસ્ટ મેચ રમશે. આ તમામ મેચ દર્શકો વિના ગાલા સ્ટેડિયમમાં રમાશે. ઇગ્લેંડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ બુધવારે તેની જાણકારી આપી હતી. આ સીરીઝ બાદ ઇંગ્લેંડની ટીમ ફેબ્રુઆરીમાં ભારત વિરૂદ્ધ ટેસ્ટ, વનડે અને ટી-20 રમશે.  જેમાં અમદાવાદમાં બે ટેસ્ટ અને 5 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાશે. 

મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમનો ઈંગ્લેન્ડ વિરુદ્ધની આગામી ક્રિકેટ શ્રેણીથી શુભારંભ થશે. 7 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે. એ પૈકી 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે. જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ 5 T-20 અમદાવાદ ખાતે જ રમાશે.

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.

 104 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર