September 27, 2020
September 27, 2020

અમદાવાદ : વાડજમાં વ્યાજખોરના ત્રાસથી મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, બે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ

પઠાણી ઉઘરાણી સાથે મહિલાના ઘરમાં તોડફોડ કરી માર મારતા કર્યો આપઘાતનો પ્રયાસ

અમદાવાદ શહેરમાં વ્યાજખોરનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. વ્યાજે નાણા લેનાર વ્યક્તિ પાસેથી તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરો ધાકધમકી આપતા હોય, જેથી કંટાળીને નાણાં લેનાર વ્યક્તિ આપઘાતનો પ્રયાસ કરે છે. ત્યારે વાડજ વિસ્તારમાં અક મહિલાએ વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ આ મામલે વાડજ પોલીસે બે મહિલા સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જુના વાડજમાં આવેલા જીવીબેનના વાડા પાસે તુલસી નગરના છાપરા રહેતા નયનાબેન વાઘેલાએ આરોપ લગાવ્યો છે કે, કે વ્યાજે લીધેલા પૈસાનું સમય સર વ્યાજ ચૂકવ્યું હતું અને રૂપિયા પણ ચૂકવ્યા હતા. તેમ છતાં વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમ છતાં બન્ને બહેનો સહિત ત્રણ લોકોએ બબાલ કરી હતી અને ઘરમાં તોડફોડ કરી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાએ, સોનલ રાઠોડ, લીલાબેન પરમાર, હર્ષદ પરમાર નામના ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી નયનાબેનનો આક્ષેપ છે કે તેમની પાડોશમાં આ ત્રણેય લોકો રહે છે અને સોનલબેન તથા લીલાબેન વ્યાજે પૈસા આપવાનો ધંધો કરે છે.

નયનાબેનએ 3 વર્ષ પહેલા 80,000 રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા. જેની સામે બે કોરા ચેકોમાં બંને મહિલાઓએ સહીઓ પણ કરાવી લીધી હતી અને બાઇકના કાગળો પણ ગીરવે આપ્યા હતા. લીલાબેન પાસેથી 1,70,000 10 ટકા વ્યાજે લીધા હતા અને તેઓએ નયનાબેન પાસેથી ચાર ટકાનું લખાણ કરાવ્યું હતું. આ તમામ નાણાં ત્રણેક વર્ષ પહેલા તેઓએ લીધા હતા અને તેની સામે મૂડીના પૈસા આપી દીધા હતા છતાં વ્યાજની માગણી કરતી હતી.

ઓગસ્ટના રોજ લીલાબેન નો છોકરો હર્ષદ પરમાર ફરિયાદીના ઘરની બહાર આવ્યો હતો અને નયનાબેન ના પતિ સાથે બોલાચાલી કરી તકરાર કરી ધમકી આપી હતી કે પૈસા પાછા આપી દો. જોકે પૈસાની સગવડ ન હોવાનું જણાવી સગવડ થશે ત્યારે પૈસા પાછા આપશે તેવું જણાવતાં તે ગાળો બોલી ત્યાંથી જતો રહ્યો હતો. ફરી એક વખત સોનલબેન લીલાબેન આ ફરિયાદી નયના બેન ના ઘરે આવ્યા હતા અને વ્યાજની માગણી કરી હતી.

ત્યાર બાદ બોલાચાલી કરી ગડદાપાટુનો માર પણ માર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી જેથી મનમાં લાગી આવતાં નયનાબેન એ મચ્છર મારવાની દવા પી લીધી હતી અને ત્યારબાદ તેઓની તબીયત લથડતાં તેઓને સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણ થતાં વાડજ પોલીસે આ ત્રણેય લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર