અમદાવાદીઓએ કોરોનાને હંફાવ્યો, ખાનગી હોસ્પિટલોમાં 94% બેડ ખાલી

  • હાલ ખાનગી હોસ્પિટલોમાં માત્ર 232 બેડ પર જ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે
  • રાત્રિ કર્ફ્યૂ બાદ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા

ગુજરાતમાં હવે કોરોનાનો કહેર ઓછો દેખાઈ રહ્યો છે. દિવાળી બાદ જે રીતે કેસોનો રાફડો ફાટ્યો હતો, તેવું ઉત્તરાયણના તહેવાર બાદ જોવા ન મળ્યું. લોકોએ પ્રસંગ ઉજવવામાં સંયમ રાખતા કોરોના વકર્યો નથી. ત્યારે અમદાવાદ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની ખાનગી કોવિડ 19 ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી છે. કોરોનાના કેસો ઘટતાં હેલ્થ વર્કર્સ સહિત તંત્ર માટે પણ રાહતની ખબર છે. 

અમદાવાદમાં હાલ AMC દ્વારા 90 ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે કરાર કરાયા છે. 90 ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 3395 બેડ ઉપલબ્ધ છે. હાલ માત્ર 232 બેડ પર જ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. આમ, આંકડા મુજબ, આજની સ્થિતિએ 3163 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. 

  • આઇસોલેશનના 1289 માંથી હાલ માત્ર 67 બેડ પર દર્દી સારવાર હેઠળ
  • HDU ના 1141 બેડમાંથી 103 બેડ પર કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ
  • ICU વિથઆઉટ વેન્ટીલેટરના 505 બેડ છે ઉપલબ્ધ, જેમાંથી હાલ માત્ર 36 દર્દીઓ સારવાર હેઠળ
  • ICU વિથ વેન્ટીલેટરના 228 બેડમાંથી હાલ માત્ર 26 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ

મે-જૂન મહિનામાં વધુ રાહત મળશે

કોરોનાની સ્થિતિ વિશએ એમડી ફિઝીશિયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જે તમામ લોકો માટે રાહતની ખબર છે, જો કે હાલની સ્થિતિ જોતા આપણે માસ્ક પહેરવાનું છોડી દઈએ તેવું ના થવું જોઈએ. કોરોના હજુ પણ છે, એટલે માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહેવું જરૂરી જ રહેશે. આ સિવાય UK સ્ટ્રેઇનના કેટલાક દર્દીઓ આપણા દેશમાં જોવા મળ્યા. જેઓ વિદેશથી પરત ફર્યા હતા. પરંતુ સદનસીબે વિદેશોમાં જે રીતે કોરોનાના કેસો જે ઝડપથી વધ્યા છે એ જોતાં આપણી સ્થિતિ ખૂબ જ સારી કહી શકાય. આ સિવાય દેશમાં વેક્સીનેશન પણ શરૂ થઈ ગયું છે એટલે હવે અપેક્ષા કરીએ કે દેશને વધુ નુકસાની ઉઠાવવી ના પડે. સૌ કોઈ સમજદારી દાખવે, દિવાળીમાં જે ભૂલ થઈ તેવી ભૂલ ઉત્તરાયણમાં થઈ નથી. જે સાવચેતીથી લોકોએ ઉત્તરાયણ ઉજવી એવી જ રીતે જો પરિવાર સાથે સાવચેતીથી આગામી સમયમાં સંયમ જાળવી રાખીશું, તો મે જૂન મહિના સુધીમાં વધુ રાહત મળશે. હાલ ખાનગી હોસ્પિટલમાં તેમજ સરકારી હોસ્પિટમાં પણ અનેક બેડ ખાલી છે, આવી જ સ્થિતિ રહેશે તો જે કોઈ કોરોનાગ્રસ્ત થશે તેને સારી અને ઝડપી સારવાર આપી શકાશે, જેનાથી મૃત્યુદર પણ નિયંત્રિત રાખી શકાશે.

ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાત્રિ કર્ફ્યૂ બાદ સ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો 1000 ની નીચે આવ્યો છે. આજે રાજ્યમાં નવા 485 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 709 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,46,516 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

 17 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર