નવા વર્ષથી રાજકોટમાં AIIMS હોસ્પિટલ થઈ જશે ધમધમતી

વડાપ્રધાન મોદીના હસ્તે OPD વિભાગના ઉદ્ધાટનની શક્યતા

રાજકોટમાં નિર્માણ પામનારી એમ્સ હોસ્પિટલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. 31 ડિસેમ્બરથી OPD શરૂ કરવામાં આવશે. શ્રમિકોની સંખ્યા ડબલ કરી પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવતા AIIMSમાં OPD જરૂરિયાત પૂરતા મોટા ભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ AIIMSમાં PMના હસ્તે OPDનું ઉદ્ઘાટન થઇ શકે છે, 31મી ડિસેમ્બરે સુશાસન કાર્યક્રમમાં PM મોદી લાઇવ જોડાશે તેવી પૂરેપૂરી શકયાતાઓ છે.

દર્દીઓને પૂરતી સુવિધા આપવામાં આવશે. તેમજ OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ કરવામાં આવનાર છે. આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો થયો હતો. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી. રાજકોટમાં 1200 કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બની રહી છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી