દિલ્હીની 18 હોસ્પિટલોમાં હડતાળ, દીદીને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

બંગાળમાં સતત પાંચમા દિવસે પણ ડોક્ટર્સની હડતાળ ચાલુ છે. તેમજ દિલ્હીની 14 મોટી હોસ્પિટલ સહિત 18 હોસ્પિટલના ડોક્ટર્સે આજે હડતાળ રાખી છે. અંદાજે 10 હજાર કરતાં વધારે ડોક્ટર્સ હડતાળ પર રહેશે. ફેડરેશન ઓફ રેસિડન્સ ડોક્ટર્સ એસોસિયેશનના બેનર્સ અંર્તગત આ હોસ્પિટલના ડોક્ટર્સે લેખિતમાં મેડિકલ સુપરિટેન્ડેન્ટને આ વિશે માહિતી આપી છે. તેમજ દિલ્હી એમ્સના રેસિડન્સ ડોક્ટર્સ એસોસિયેશને પશ્ચિમ બંગાળ સરકારને હડતાળ પર રહેલા ડોક્ટર્સની માંગણી પૂરી કરવા 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે, જો સરકારે તેમની માંગણી પૂરી ન કરી તો એમ્સમાં અનિશ્ચિતકાળ સુધીની હડતાળ કરવામાં આવશે.

મુખ્યમંત્રી મમતા બેનરજીએ ડોક્ટર્સને ચિઠ્ઠી લખીને હડતાળ ખતમ કરવાની અપીલ કરી હતી પરંતુ જવાબમાં ડોક્ટર્સે તેમની નવી માંગણીઓનું લિસ્ટ આપી દીધું છે. બંગાળના ડોક્ટર્સની હડતાળને સમગ્ર દેશમાંથી સમર્થન મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે મારપીટ પછી શરૂ થયેલા વિવાદ પછી રાજ્યમાં ડોક્ટરોની હડતાળ શરૂ થઈ છે. જેના પડઘા શુક્રવારે સમગ્ર દેશમાં પડ્યા હતા. હડતાળિયા ડોક્ટરોના સમર્થનમાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)એ ત્રણ દિવસના વિરોધ દેખાવો શરૂ કર્યા છે. આઈએમએએ 17 જૂને હડતાળની જાહેરાત કરી છે. દિલ્હીમાં બધા સરકારી ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે. એસએસકેએમ હોસ્પિટલના 175 ડોક્ટરોએ રાજીનામાં આપી દીધાં. આ સાથે જ સમગ્ર બંગાળમાં રાજીનામું આપનારા ડોક્ટરોની સંખ્યા 300થી વધુ થઈ ગઈ છે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે મુખ્યમંત્રી શરત વિના માફી માગે, અન્યથા તેઓ એક સાથે નોકરી છોડી દેશે. દરમિયાન કેન્દ્ર સરકારે આ બાબતમાં દખલ કરતા કહ્યું કે રાજ્ય સરકાર તેને પ્રતિષ્ઠાનો મુદ્દો ન બનાવે અને ઝડપથી તેનો ઉકેલ લાવે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી