વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું- વાદળછાયા વાતાવરણમાં પણ એરસ્ટ્રાઇક શક્ય છે

અંદાજે 20 વર્ષ પહેલા કારગીલના પહાડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ભારતે પાકિસ્તાની ઘુસણખોરોને માર મારી ભગાડી દીધા હતા. દર વર્ષે આ યુદ્ધની યાદમાં ભારતમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે.

જેમાં વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆએ કહ્યું કે એરફોર્સ કોઈ પણ પ્રકારના યુદ્ધ માટે તૈયાર છે. ધનોઆએ કહ્યું કે કારગીલ જેવું યુદ્ધ હોય, આતંકી હુમલો હોય કે પછી સંપૂર્ણ રીતે યુદ્ધની સ્થિતિ હોય…અમે દરેક સ્થિતિમાં જવાબ આપવા સક્ષમ છે.

ભારતીય વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો અમે કોઇપણ વાતાવરણમાં સટીકતાથી એરસ્ટ્રાઇક કરી શકીશું. ભલે ગમે તેટલા ઘાટા વાદળો હોય. અમે 26 ફેબ્રુઆરીએ એક હુમલો કર્યો હતો અને અમે વધુ દૂરીથી એકદમ સટીક સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે.

ધનોઆએ કહ્યું કે કારગીલ યુદ્ધ બાદ એરફોર્સની ક્ષમતાઓમાં ઘણો વધારો થયો છે. તેનાથી આપણે હવામાં કોઈ પણ પ્રકારના ખતરાનોજવાબ આપી શકીએ છીએ. કારગીલના સમયે બોમ્બ ફેકવાની ક્ષમતા માત્ર મિરાજ-2000માં હતી, આજે તે ક્ષમતા સુખોઈ-30 જગુઆર, મિગ-29 અને મિગ-27 અપગ્રેડમાં પણ છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી