જેસલમેરમાં ભારત-પાક સીમા નજીક વાયુસેનાનું MiG-21 ફાઇટર જેટ ક્રેશ

વિમાન દૂર્ઘટનાગ્રસ્તમાં પાયલોટના મોતની આશંકા

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાક સરહદ નજીક વાયુસેનાનું MIG21 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયું છે. જેમાં પાયલોટનું મોત નિપજ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના સુદાસરી ગામ નજીક બની છે.આ ક્રેશમાં સળગી જવાને લીધે પાયલટનું મોત થયું છે. પ્લેન ક્રેશ થયા બાદ તેમા આગ લાગી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર નિયંત્રણ મેળવવા પ્રયત્ન કરી રહી છે.ગામની નજીક જોરદાર ધડાકા સાથે ફાઈટર જેટ તૂટી પડ્યું હતું. માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અધિકારી અને ફાયરબ્રિગેટની ટીમ ત્યાં પહોંચી છે. તપાસનો વિષય એ છે કે, મિગ 21 કયા કારણોસર ક્રેશ થયું, ખરાબ હવામાન મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો કોઈ ટેકનીકલ ખરાબી હશે કે શું તે અંગે પણ એરફોર્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યા આ વિમાન તૂટી પડ્યું છે તે સુદાસરી ડેઝર્ટ નેશનલ પાર્કમાં છે અને પાકિસ્તાન બોર્ડરની નજીક છે. આ વિસ્તાર લશ્કરના નિયંત્રણ હેઠળનો છે. આ સંજોગોમાં આ સ્થળે કોઈને મંજૂરી આપવામાં આવી નથી.વિમાન લગભગ 8:30 વાગે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેનો પાયલટ નિયમિત ઉડાન પર હતો. આ ઘટના જૈસલમેરથી આશરે 70 કિમી દૂર થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ,2021માં પણ બાડમેરમાં એક મિગ-21 વિમાન તૂટી પડ્યું હતું.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી