Air Indiaના નવા ‘મહારાજા’ Tata Group

68 વર્ષ બાદ ફરી Air India થશે ટાટા હસ્તક

દેવાના ડૂંગર હેઠળ દબાયેલી સરકારી એરલાઇન એર ઈન્ડિયાના નવા મલિક તરીકે ટાટા ગ્રૂપનું નામ ફાયનલ થઈ ગયું છે. એર ઈન્ડિયાની વેચાણ પ્રક્રિયામાં ટાટા સમૂહ દ્વારા સૌથી વધુ બિડ લગાવવામાં આવી હતી.

ટાટા સરકારી કંપની એર ઇન્ડિયા ખરીદવા જઈ રહી છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, એર ઇન્ડિયાના પેનલે ટાટા ગ્રુપની પસંદગી કરી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. રિપોર્ટ અનુસાર, સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે JRD ટાટાએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવા બંધ કરવામાં આવી હતી. જ્યારે એરલાઇન્સ ફરી પુનસ્થાપિત કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી, 1947 માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

AIR INDIAની શરૂઆત 1932માં ટાટા ગ્રુપ દ્વારા જ કરવામાં આવી હતી. ટાટા ગ્રુપના દિગ્ગજ જે.આર.ડી ટાટાએ તેની શરૂઆત કરી હતી.

 111 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી