કન્ફ્યુઝન હૈ રે બાબા…!! એર ઈન્ડિયાએ બીજા કુણાલ કામરાની ટિકિટ કેન્સલ કરી નાખી…!!

વિલિયમ શેક્સપિયરે કયું હતું,કે નામમાં તે શું રાખ્યું છે? પરંતુ જો તમારું નામ કુણાલ કામરા હોય તો માત્ર નામના કારણે જ તમારી ટિકિટ કેન્સલ થઈ શકે.અમેરિકાથી આવેલા એક યુવાન સાથે આવું જ થયું હતું.માત્ર એનું નામ પણ કુણાલ કામરા હોવાને કારણે એર ઈન્ડિયાએ એની ટિકિટ કેન્સલ કરી નાખી અને એ યુવાન જયપુર એરપોર્ટ પર રઝળી પડ્યો હતો.

મામલો એમ હતો કે, કોમેડિયન કુણાલ કામરાએ ગયા અઠવાડિયે ન્યૂઝ એન્કર અર્નબ ગોસ્વામીને ઈન્ડિગો એરલાઈન્સની ચાલુ ફ્લાઈટે વીડિયો કેમેરા ઓન કરીને પડકાર્યો હતો. તેના પરિણામ સ્વરૂપે એર ઈન્ડિયા, ઈન્ડિગો સહિત ચાર એરલાઈન્સે તેના પર અનિશ્ચિત મુદ્દતનો પ્રતિબંધ મૂકી દીધો હતો. પરંતુ તેનું પરિણામ અમેરિકાના બોસ્ટનથી આવેલા બીજા એક કુણાલ કામરાને ભોગવવાનું વારો આવ્યો હતો.

બોસ્ટન નિવાસી કુણાલ કામરાએ જણાવ્યું કે જયપુર એરપોર્ટ પર એ જ્યારે ચેકઈન કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે એને જણાવવામાં આવ્યું કે એનો PNR તો કેન્સલ થઈ ગયો છે,કેમ કે એનું નામ બ્લેકલિસ્ટેડ છે.તરત જ આ કુણાલે પોતાનું આધાર કાર્ડ કાઢીને બતાવ્યું કે એ પોતે બ્લેકલિસ્ટેડ કોમેડિયન કુણાલ કામરા નથી,પરંતુ બીજો જ કુણાલ કામરા છે! એર ઈન્ડિયાના સ્ટાફે તો આધાર કાર્ડ જોઈને વિશ્વાસ કરી લીધો કે આ કુણાલ કામરા બીજો જ કોઈ છે,પરંતુ સિક્યોરિટી અધિકારીઓ માનવા તૈયાર ન હતા. આખરે આ ‘કુણાલ કામરા નંબર ટુ’એ પોતાનું અમેરિકન આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યું ત્યારે મામલો સાંત પડ્યો હતો.એર ઈન્ડિયાએ તેને બીજી ટિકિટ કાઢી આપી હતી.

આ સમગ્ર ઘટનાક્રમની એર ઈન્ડિયાના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરી હતી અને કહ્યું કે એકસરખા નામને કારણે આ કન્ફ્યુઝન સર્જાઈ હતી. જોકે આ અમેરિકાથી આવેલા કુણાલ કામરાએ ટકોર કરી કે માત્ર એકસરખા નામને કારણે કોઈની ટિકિટ કેન્સલ થઈ જાય અને તેને અગાઉથી જાણ સુદ્ધાં ન કરવામાં આવે તે યોગ્ય નથી. કેમ કે, એકસરખાં નામ ધરાવતી ઘણી વ્યક્તિઓ હોઈ શકે છે.

 59 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર