જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી આતંકી જગ્યાને નેસ્તેનાબૂદ કર્યા હતા. તે બાદથી ભારત પાક વચ્ચેનો તનાવ ખાસ્સો વધી ગયો છે, પરંતુ હાલમાં એક અત્યંત ચોંકાવનાર અહેવાલ સામે આવ્યાં છે. ખરેખરમાં ભારતીય વાયુસેના જે સમયે પાકિસ્તાનની અંદર ઘુસીને બાલાકોટમાં એર સ્ટ્રાઇકને અંજામ આપી રહી હતી. તે જ સમયે ભારત અને મ્યાનમારની સેના મળીને સરહદ પર ઉગ્રવાદીઓના વિરૂધ્ધમાં અભિયાન ચલાવી રહી હતી. જોકે આ મુદ્દે કોઇ પણ ચર્ચાના તો મીડિયામાં જોવા મળી અને નાતો તેની પર રાજનીતિક દળોએ પોતાનો વિચાર મૂક્યા.
જણાવી દઇએ કે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગત અઠવાડિયે એક રેલીને સંબોધિત કરતા જણાવ્યુ કે, અમે ત્રણ સ્ટ્રાઇક કરી છે. બે વિશે તો તમામ જાણે છે. જ્યારે ત્રીજા અંગે હુ નહિ જણાવું. હવે એવુ અનુમાન લગાવી શકાય છે કે તે સંભવત: રાજનાથ સિંહ આ સ્ટ્રાઇક વિશે વાત કરી રહ્યા છે.
ભારતે મ્યાનમારની સેનાને આપી ખાનગી સૂચનાઓ
જણાવી દઇએ કે આ ઓપરેશનને સફળ કરવા માટે પહેલા ભારતીય સેનાએ મ્યાનમારની સેનાને ખાનગી જાણકારીઓ આપી હતી. ભારતીય સેનાએ જણાવ્યુ કે, અરાકન આર્મી ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે બાદથી બંને દેશોની સેનાએ સંયુક્ત ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. ભારતે આસામ રાઇફલ્સના જવાનોને સરહદ પર મૂકવામાં આવ્યા. આ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મીની સ્પેશિયલ ફોર્સ, અસમ રાઇફલ્સ, ઇંફેટ્રી યુનીટ્સ પણ સામેલ હતા. તેમજ આ ઓપરેશનમાં હેલિકોપ્ટર્સ ડ્રોન્સ અને બીજા પણ સર્વિલન્સ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે ભારત અને મ્યાનમાર સીમા પર કાલાદાન પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે.
34 , 3