એરસ્ટ્રાઈકનો વધુ એક વીડિયો આવ્યો સામે, ટીકાકારોની થઇ બોલતી બંધ

અમેરિકામાં રહેતા એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે પાકિસ્તાનનો વધુ એક પર્દાફાશ કરતો વીડિયો જાહેર કર્યો છે. ભારતીય સેના દ્વારા આતંકીઓનો ખાત્મો કરવા માટે કરેલી એરસ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો છે. અમેરિકામાં રહેતા ગિલગિટ એક્ટિવિસ્ટ સેંગે હસનાન સેરિંગે એક વીડિયો શેર કરતાં દાવો કર્યો છે કે સ્થાનિક ઉર્દુ અખબારમાં છપાયેલ સમાચાર પ્રમાણે સ્ટ્રાઇક બાદ 200 જેટલા આતંકીઓના મૃતદેહને પાકિસ્તાન સેના એ બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વા પહોંચાડ્યા હતા.

સેરિંગે ટ્વિટર પર બે મિનિટ 20 સેકન્ડના આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ 200થી વધુ આતંકીઓને દફનાવવાની વાત કબૂલ કરી છે. આ વીડિયો સામે આવતાં ભારતીય સેનાની કામગીરી સામે સવાલ કરતા ટીકાકારોની પણ બોલતી બંધ થઇ જવા પામી છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કથિત રીતે પાકિસ્તાની સેનાના એક અધિકારી કોઈ ગામમાં એક પરિવારની પાસે પહોંચ્યો છે. ત્યાં ચારે તરફ માતમ છવાયેલો છે. આ સેનાના અધિકારી આતંકીના પરિવારને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પછી એક કેટલાંક પાકિસ્તાની અધિકારીઓ રડતા બાળકોને ચૂપ કરાવતા જોવા મળે છે.

વધુ આગળ જોતા પાછળથી કોઇનો અવાજ આવી રહ્યો છે તેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે આ અલ્લાહનો કરમ છે. અમારા 200 માણસોને આ તક મળી. જો કે આ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાન પર 26 ફેબ્રુઆરીના રોજ એર સ્ટ્રાઈક કરી હતી. એર સ્ટ્રાઈક કરવામાં આવી તે દિવસે સૌથી પહેલાં પાકિસ્તાની સેના પ્રવક્તાએ જ દુનિયાને સૌથી પહેલા જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પ્લેન બોમ્મારો કરીને ત્યાંથી પરત ફરી ગયા છે.

 146 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી