અમદાવાદ : મહિલાએ સંબંધ કાપી નાખતા યુવકે બિભત્સ ફોટા કર્યા વાયરલ, એરપોર્ટ પોલીસે હાથ ધરી તપાસ

48 વર્ષની મહિલાને 20 વર્ષ નાના યુવક સાથે બંધાયા શારીરિક સંબધ

યુવકે ધમકી આપી માતા-પુત્રીના નગ્ન ફોટા કર્યા વાઇરલ

તું પરત મારી પાસે આવી જા, નહીંતર ફોટો વાયરલ કરવાની ધમકી બાદ ફરિયાદ

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ત્રણ સંતાનોની 45 વર્ષિય માતા 20 વર્ષ નાના યુવકના પ્રેમમાં પડ્યા બાદ શારીરિક સંબંધ બંધાયા હતા. જો કે પરિવારજનોને ખબર પડતા મહિલાએ યુવક સાથેનો નાતો તોડી દીધો હતો. તો બીજી તરફ યુવકે મહિલાના નગ્ન ફોટા વાયરલ કરી ધમકી આપતા મામલો એરપોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં 45 વર્ષીય મહિલાએ તેણીના પૂર્વ પ્રેમી સાથે સબંધ કાપી નાંખતા વિફરેલા યુવકે મહિલાની દિકરીને ચુંબન કરતા અને મોર્ફ કરેલી તસવીર મોકલી આપી હતી. ઉપરાંત યુવકે તેના નજીકના સગાને પણ આવી તસવીરો મોકલી આપી હતી. યુવક મહિલાને ફોન પર ધમકી આપતો હતો કે, તું પરત મારી પાસે આવી જા, નહીંતર હું તારા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. છેવટે મહિલાએ કંટાળી એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શહેરના સરદારનગરમાં રહેતી 45 વર્ષીય સ્મીતા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે) ઓર્ડર પ્રમાણે રસોડામાં કામ કરવા જાય છે. તેના પતિને હાર્ટ એટેક આવ્યો હોવાથી ઓપરેશન કરાવ્યું હોવાથી તેઓ ઘરે રહે છે. સ્મીતાને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. આશરે દોઢેક વર્ષ પહેલા સ્મીતા તેની ફોઈ સાથે રસોઇ કામ કરવા કુબેરનગર ખાતે આવેલા ગુલશન પાર્ટી પ્લોટ ખાતે ગઈ હતી. ત્યારે સ્મીતા સરદારનગર ખાતે રહેતા સંજય રાઠોડ નામના યુવકના પરિચયમાં આવી હતી. સંજય ઓર્ડરમાં મન્ચુરિયન બનાવવા આવ્યો હતો. જ્યાં સંજયે સ્મીતાને પ્રેમ સંબંધ રાખવાની ઑફર કરી હતી. જોકે, સ્મીતાએ તેને આ બાબતે ના પાડી હતી.

જો કે, ત્યારબાદ બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી અને તેથી સ્મીતી અને સંજય અવારનવાર બહારગામ ફરવા પણ જતા હતા. તે સમયે સંજય તેના મોબાઇલમાં તેની સાથેના ફોટો અને વીડિયો પણ પાડતો હતો. આશરે ચારેક મહિના પહેલા સંજયે સ્મીતાને ફોન કરીને નાના ચિલોડા ખાતે બોલાવી હતી. જેથી તે નાના ચિલોડા ખાતે ગઈ હતી. બાદમાં બંને ત્યાંથી શીરડી મહારાષ્ટ્ર ફરવા ગયા હતા અને ત્યાંથી સ્મીતા જ્યારે પરત આવી ત્યારે તેના પ્રેમ સંબંધની જાણ તેના ઘરમાં થઈ જતાં તેણે સંજય સાથે વાતચીત તથા મળવાનું બંધ કરી દીધું હતું.
ત્ય

રબાદમાં સંજયે એક ચિઠ્ઠી સ્મીતા આગળ મૂકી દીધી હતી. જેમાં સંજયે તેનો મોબાઈલ નંબર લખ્યો હતો. મોબાઈલ નંબર સ્મીતાએ તેની સાથે કામ કરતી મહિલાને આપ્યો હતો. બીજા દિવસે તે મહિલાએ તે નંબર ઉપર ફોન કરતાં સંજયે તે મહિલા પાસેથી સ્મીતાનો નંબર માગ્યો હતો. બીજા દિવસે સંજયનો સ્મીતા ઉપર ફોન આવ્યો હતો અને ત્યારબાદ અવારનવાર તે બંને રસોઇ કામના ઓર્ડર બાબતે વાતચીત કરતાં રહેતા હતા. આખરે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

પરંતુ ઘરમાં વધુ એક વખત જાણ થતા સ્મીતાએ સંજય સાથે સંપર્ક બંધ કરી દીદા હતા. આ દરમિયાન સ્મીતા તેની સાથે કામ કરતી અન્ય મહિલાના ઘરે બે દિવસ જતી રહી હતી. બાદમાં સંજય અવારનવાર સ્મીતાને ફોન પર ધમકી આપતો હતો કે, તું પરત મારી પાસે આવી જા, નહીંતર હું તારા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. પરંતુ સ્મીતાએ તેની સાથે જવાની અને સંબંધ રાખવાની ના પાડી દીધી હતી.

17 જાન્યુઆરી, 2020ના રોજ સંજયે સ્મીતાની પુત્રવધૂ અને દીકરાની સાળી તથા દીકરીને એડિટ કરેલી તસવીરો મોકલી હતી. જેમાં સંજય અને સ્મીતાના કિસ કરતા ફોટોગ્રાફ્સ પણ શામેલ હતા. આ ફોટોગ્રાફ્સ વાયરલ કરવાની ધમકી સંજયે આપી હતી. આ મામલે સ્મીતા સંજય ઉર્ફે ભવાનીસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.

સાચુ નામ સંજય નહીં પરંતુ ભવાનીસિંહ રાઠોડ હોવાનું ખુલ્યું

આજથી બે મહિના પહેલા જ્યારે સ્મીતા તેના ઘરે હતી ત્યારે એક પરિચિત વ્યક્તિ તેની પાસે આવ્યો હતો. તેણે સંજયે આપેલો ફોન સ્મીતાને આપી દીધો હતો. બાદમાં ફરી એક વખત સંજય સાથે વાતચીત શરૂ કરતાં મહિલા અને સંજય વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, થોડા સમય બાદ જ્યારે સ્મીતા સિવિલ હૉસ્પિટલ ગઈ હતી ત્યારે સંજય ત્યાંથી તેને ફરવા લઈ ગયો હતો. ત્યારે સંજયનું સાચું નામ ભવાનીસિંહ રાઠોડ હોવાનું સ્મીતાને જાણ થઈ હતી. બીજી તરફ સંજયે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાનું પણ કહ્યું હતું. જોકે, તેણે પોતાની પત્ની સાથે સંબંધ ચાલુ જ રાખ્યા હતા.

 80 ,  1